વડોદરાની દીકરીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું!! પાણીપુરી વેચનારની દીકરીએ ઘો.10 માં વગાડ્યો ડંકો, ઈંગ્લીશ મીડીયમમાં આટલા ટકા મેળવ્યા…
આજે ગુજરાતમાં ધો ૧૦ના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. સામાન્ય પરિવાર ના બાળકોને પોતાના પરિવારના લોકોનુ નામ રોશન કર્યું છે. આજે અમે આપને એક એવી દીકરી વિશે જણાવીશું, જેના પિતા પાણીપુરી વેચે છે. એજ દીકરી એ ધો. ૧૦માં ૯૯.૭૩ પર્સન્ટાઇલ રેન્ક અને ૯૬ ટકા મેળવ્યા છે. આ વિદ્યાર્થિની વડોદરાની છે, જેનું નામ પૂનમ કુશવાહા છે.
પૂનમ કુશવાહાએ શ્રી નારાયણ વિદ્યાલયમાં ધો.૧૦ ઈંગ્લીશ મિડીયમમાં અભ્યાસ કરેલ છે અને પૂનમ કુશવાહાના પિતા પ્રકાશભાઈ કુશવાહા શહેરના ન્યાય મંદિર પાસે પાણીપુરીની લારી ચલાવીને પોતાનું ઘર ચલાવે છે, સૌથી ખાસ વાત એ કે તે ભાડાના મકાનમાં રહે છે. પૂનમ પિતા એ પોતાની દીકરી તમામ પ્રકારની જરૂરિયા પૂરી પાડી અને ઉચ્ચ સફળતા હાંસિલ કરાવી છે. પૂનમનું સપનું ડૉકટર બનવાનું છે.ખરેખર આ દીકરી એક દિવસ પોતાના માતા પિતાના દરેક સપનાઓને સાકાર કરશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.