મંગેતરને મળીને પરત ફરી રહેલી યુવતીને કાર ચાલકે અડફેટે લેતા મૃત્યુ થયું , પરીવાર પર દુખનો પહાડ
વડોદરા અકોટા દાંડિયાબજાર બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમા એક યુવતી નુ કરુણ મોત નિપજ્યું છે આ અકસ્માત ત્યારે બન્યો જ્યારે યુવતી તેના મંગેતર ને મળી ને ઘરે જઈ રહી હતી ત્યારે કાર ચાલકે તેને અડફેટે લીધી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા ના અકોટા દાંડિયાબજાર બ્રિજ એક અકસ્માત ની ઘટના બની હતી. એક્ટીવા ચાલક 24 વર્ષીય યુવતી પોતાના મંગેતર ને મળી ને ઘરે જઈ રહી હતી ત્યારે બેફામ કાર ચાલકે તેણી ને અડફેટે લીધી હતી. આ અકસ્માત મા યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે કાર ચાલક આરોપી મિત્તલ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.
આ અકસ્માત અંગે રાવપુરા પોલીસ સ્ટેશન મા યુવતી ના ભાઈ એ ફરીયાદ નોંધાવી હતી કે “તેની બહેન નમ્રતા સોલંકી (ઉંમર વર્ષ 24) ની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. તે ગઈકાલે સાંજે 6.30 વાગ્યાની આસપાસ કરમસદથી આવેલા પોતાના ફિયાન્સ દિવ્યાંગ દરજીને મળવા અકોટ બ્રિજ પાસે ગઈ હતી. તેમને મળીને તે પોતાની એક્ટિવા પર પરત ફરી રહી હતી ત્યારે GJ06 EQ 2008 નંબરની આઈ-20 કારના ચાલકે તેને અટફેડે લીધી હતી. આ કાર ફુલસ્પીડમાં આવી રહી હતી, જેને મારી બહેનની ગાડીને ટક્કર મારી હતી. આ સાથે જ મારી બહેન નીચે પડી હતી, અને તેના માથા પર ગંભીર ઈજાઓ આવી હતી”
એસએસજી હોસ્પિટલમાં ખસેડાતા નમ્રતાને મૃત જાહેર કરાઈ હતી. સમગ્ર ઘટના મામલે યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી કારચાલક મિત્તલ પટેલની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી.
નમ્રતા સોલંકી પરીવાર ની મોટી દિકરી હતી જ્યારે તેમના પિતા સોલાર કંપની મા નોકરી કરે છે પરીવાર ની દિકરી ની તાજેતર મા જ સગાઈ થઈ હતી અને આવનારા મહિના મા લગ્ન થવાના હતા પરંતુ તે પહેલા દિકરી નુ આકસ્મિક મૃત્યુ થતા પરીવાર પડી ભાંગ્યો હતો.