Gujarat

અંબાલાલ પટેલ ની આગાહી , ગુજરાતમા આ તારીખે ગાજવીજ સાથે વરસાદ….

ગુજરાત મા વરસાદ ખેંચાતા ખેડૂતો ની મુશ્કેલી મા વધારો થયો છે અને બિયારણ બળી જવાની ભીતી સેવાય રહી છે.

આ અંગે વર્ષો થી આગાહી કરતા હવામાન ખાતા ના નિષ્ણાંત અંબાલાલ પેટેલે આગાહી કરી હતી કે 5 જુલાઈ બાદ હવામાન મા પલટો આવવાની શક્યતા છે અને 8 જુલાઈ સુધીમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે. 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

આ ઉપરાંત અંબાલાલ પટેલ એ જણાવ્યું હતુ કે રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!