Gujarat

તો હવે દક્ષીણ ગુજરાત મા મેઘરાજા ભુક્કા કાઢી નાખશે ??? જાણો કયાં પડશે વરસાદ

ગુજરાત મા લાંબા ગાળા બાદ વરસાદી માહોલ ગમ્યો છે અને ગુજરાત ના અનેક જીલ્લા મા સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકામાં મેઘમહેર થઈ છે. એ ઉપરાંત આજે સવારે ગીર-સોમનાથમાં વેરાવળમાં 2 મિમી, સુત્રાપાડામાં 3 મિમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મિમી વરસાદ થયો છે.

સૌ પ્રથમ જો સૌરાષ્ટ્ર ની વાત કરવામા આવે તો આજે અને આવતી કાલે ભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. અને સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે અને સરેરાશ જોઈએ તો ગઈ કાલ સુધીમા આ સીઝન પો વરસાદ 19.31 ટકા જેટલો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!