Gujarat

ખેડુતો મુશ્કેલીઓ મા વધારો થશે ! હજી આટલી તારીખ સુધી વરસાદ ખેંચાશે..

રાજ્ય મા શરુવાત ના દિવસો મા સારો એવો વરસાદ થયો હતો અના ખેડુતો ને લાગી રહ્યુ હતુંકે વરસાદ સારો થશે પરંતુ ખેડુતો ની આશા પર પાણી ફરી વળ્યુ છે. જુન મહિના ના છેલ્લા દીવસો મા વરસાદ ખેંચાયો હતો અને જુલાઈ મા પણ ગુજરાત મા ક્યાય બરોબર ની વરસાદ નથી દેખાય રહ્યો.

જુન મહિના ના 17 થી 20 તારીખ વચ્ચે થયેલા વરસાદ ને લીધે ગુજરાત ના ઘણા ખેડૂતોએ એ વાવણી પણ કરી લીધી હતી અને હાલ ના દીવસો મા વરસાદ ખેંચાતા ખેડૂતો ને બિયારણ બળી જવાનો ભય સતાવી રહ્યો છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર રાજ્યમાં 15 જુલાઈ સુધી 20 MMથી વધારે વરસાદની શક્યતા નથી.

વરસાદ ખેંચાવા ના લીધે જરમી નો પારો પર ઉપર આવ્યો છે. દિલ્હી મા 1 જુલાઈ નુ તાપમાન જોઈએ તો 43.5 ડીગ્રીએ પહોચી ગયુ હતુ અને હજી વરસાદ 10/12 દિવસ ખેચાશે તેવુ લાગી રહ્યુ. એક તરફ કોરોના લીધે અર્થતંત્ર પર માઠી અસર પડી છે તો બીજું બાજુ જો ખેડૂતો નો પાક નિષ્ફળ જશે તો વધારે મુશ્કેલી નો સામનો કરવો પડશે.

વરસાદ ખેંચાવા ની લઈ ને બાબતે હવામાન વિભાગના પૂર્વ ડિરેક્ટર જનરલ કે. જે. રમેશે જણાવ્યું હતું કે, દેશમાં જૂનથી લઇને સપ્ટેમ્બર સુધીમાં મહિના ચોમાસાના હોય છે. ચોમાસાના પવનોને લીધે દેશમાં અલગ-અલગ જગ્યા પર વરસાદ થાય છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન એક બે અઠવાડિયા સુધી વરસાદ ક્યારેક થતો નથી. તેથી આ ગેપને મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે. વરસાદને બ્રેક લાગવા પાછળના પણ અલગ-અલગ કારણો હોય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે, જુલાઈ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદ બ્રેક લેતો હોય છે પણ આ વખતે મોન્સૂન સમગ્ર દેશમાં છવાય તે પહેલા જ બ્રેક મોડમાં પહોંચ્યું છે. મોન્સૂન બ્રેક પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવે છે. જેના કારણે પશ્ચિમ તરફથી ઝડપી અને ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ચોમાસાના પવન આગળ વધી શકતા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!