Gujarat

ભર બજારે એ આખલા એ ભયંકર યુધ્ધ કર્યુ! અનેક ગાડીઓ નો ભુક્કો થઈ ગયો….જુઓ વિડીઓ

આપણે જાણીએ છે કે રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે હાલ જામનગરમાં બે આખલાઓ હતા કે, ત્રણ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આંખલાઓના ચાલતા યુદ્વને કારણે વાહનચાલકો પણ ટ્રાફિક સીગ્નલ વગર ઉભા થઈ ગયા હતા. જામનગર ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં આવેલા કુબેર એવેન્યુ પાસે આજે બે આખલાઓનું યુદ્ધ જામ્યું હતું.

જેમાં બંન્ને આંખલાઓ રસ્તાની વચ્ચોવચ લડાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ યુદ્વને જોઈ થોડીકવાર માટે રસ્તાથી પસાર થતા તમામ લોકો થોભી ગયા હતા. બે આખલાઓ યુદ્વ કરતા કરતા પાર્ક કરેલા વાહન પાસે પહોંચી ગયા હતા. જેથી આ આખલાઓએ ત્રણ વાહનોને નુકસાન પહોંચાડ્યું પણ હતું.

અવારનવાર રખડતા ઢોરોને કારણે અકસ્માતોનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે. જેથી હાઈકોર્ટે પણ કાન આળા કર્યા છે જેને ધ્યાને રાખી જામનગરનું તંત્ર દોડતું થયું હતું. આ આંખાલાઓના યુદ્વને જોઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

વાહનચાલકો પોતાની સુરક્ષાને ધ્યાને રાખી જ્યાં હતા ત્યાં જ અટકી ગયા હતા. જ્યારે અન્ય કેટલાક લોકોએ પોતાનો રસ્તો બદલી લીધો હતો. રખડતા ઢોરો ક્યારે લડતા લડતા વાહન સામે આવી જાય તે ડરના કારણે ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં કુબેર એવેન્યુ પાસે કોઈપણ ટ્રાફિક સિગ્નલ વગર જ લોકો ઉભા રહી ગયા હોય તેમ જોવા મળ્યું હતું.

વિડીયોમાં જોઈ શકાય છે કે, એક તરફ બંન્ને આંખલાઓ બાંધી રહ્યા છે ચાલી અને આ દરમિયાન સામેની બાજુએ વાહનચાલકો ઉભા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં એક યુવક આ આંખલાઓને છૂટા કરાવવાનો પ્રયત્ન કરતા પણ જોવા મળી રહ્યા છે. એક યુવાન હાથમાં લાકડું લઈને આવીને બંન્ને આંખલાઓને છૂટા પાડવાનો પ્રયત્ન કરે છે. આંખલા પોતાનું યુદ્વ ચાલુ રાખતા જોવા મળી રહ્યા છે. ખરેખર આખાલાઓના ત્રાસના લીધે અનેક લોકો મોતને પણ ભેટી જાય છે. આ ઘટના ખૂબ જ દુઃખદાયી કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!