Viral video

ફિલ્મ જગતમાં સન્નાટો! વધુ એક અભિનેત્રીએ ગળોફાંસો ખાઈ જીવન ટુકાવ્યું, મરતા પહેલા ઇન્સ્ટામાં છેલ્લો વિડીયો મૂક્યો.. જુઓ શું છે વિડીયોમાં..

આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક અભિનેત્રીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે ભોજપુરી અભિનેત્રી આકાંક્ષાએ બનારસની એક હોટલમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.આ દુઃખદાયી ખબરને કારણે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. મોત બાદ આકાંક્ષાનું છેલ્લું ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

પોતાની અભિનયની કારકિર્દીમાં આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ જાનકર વાલે કી ૨’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2માં આકાંક્ષાનું ગીત ‘તુમ જવાન હમ લૈકા’ બ્લોકબસ્ટર હિટ સાબિત થયું હતું. તેમણે ‘નચ કે માલકિની’, ‘કાશી હિલે પટના હિલે’, ‘નામરિયા કામરિયા મેં ખોસ દેબ’ તરીકે કામ કર્યું હતું. આ બધાં ગીતો હિટ નીવડ્યાં હતાં.

આકાંક્ષા દુબેએ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. બંનેને પવન અને શિલ્પી રાજનું ગીત ‘યે આરા કભી હારા નહીં’ મળ્યું હતું. આકાંક્ષાનું આ નવું ગીત 26 માર્ચની સવારે રિલીઝ થયું છે. 26 માર્ચના રોજ એક્ટ્રેસની ફાંસીના સમાચાર પણ સામે આવ્યા હતા. આ ગીતના વીડિયોમાં આકાંક્ષા દુબેએ ડાન્સરનો રોલ કર્યો છે. લાલ અને સોનેરી સ્કર્ટ અને ચોલી સાથે ગોલ્ડન જ્વેલરીમાં સજ્જ આકાંક્ષા વીડિયોમાં ડાન્સ કરતી જોઇ શકાય છે. પવન સિંહ ‘સિંહ’ બનીને તેમની સામે આવ્યા છે.

સૌથી ચોંકાવરનારી વાત એ છે કે આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરતા પહેલા એક ઇન્સ્ટામાં રીલ્સ પોસ્ટ કરી છે. ઇન્સ્ટાગ્રામનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ‘હિલોર મેરે’ ગીત પર ડાન્સ કરી રહી હતી. આકાંક્ષાના હેરા પર સ્મિત હતું. ફેન્સ આ પોસ્ટ પર એક્ટ્રેસની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત ભોજપુરી સ્ટાર રાની ચેટર્જીએ પણ આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સૌ કોઈ આ વિડીયોને વાયરલ પણ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!