Entertainment

વાહ સલામ સરપંચને! ખોડા ગામના સરપંચે સ્વખર્ચે ગામની 55 મહિલાઓને ગુજરાત ને અનેક સ્થળો ની યાત્રા કરાવી

સરપંચ એટલે ગામના પ્રથમ નાગીરક અને ગામનું સંચાલન કરનાર! આપણે સૌ કોઇ જાણીએ છે કે, આજના સમયમાં નવ યુવાનો સરપંચ બન્યા પછી ગામડાઓની રૂપ રેખા બદલી નાખી છે અને ગામને સમૃદ્ધ બનાવવા અને વિકાસ માટે અથાગ પ્રયત્ન કરે છે અને ખરેખર અમે આજે આપને એન એવા સરપંચ સાથે રુબરુ કરાવીશુ  જેને પોતાના ગામનો વિકાસ કર્યો છે, પરતું સાથો સાથ ગામની મહિલાઓ માટે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. આ કામ જાણીને તમને નવાઈ લાગશે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, કાંકરેજ ગામના સરપંચ પોતાના સ્વખર્ચે ગામની 55 મહિલાઓને યાત્રા કરાવી અને એ પણ માત્ર એક જ સ્થાનની નહીં પરંતુ સેટેચ્યુ ઓફ યુનિટી, પોઇચા, પાવાગઢ, ડાકોરજીના દર્શન કરાવ્યા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આ કંઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ તેમને 104 લોકોને હરિદ્વાર તેમજ 70 વૃદ્ધઓ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી , પોઇચા, પાવાગઢ અને ડાકોર લઇ ગયા હતા ત્યારે હવે ફરી એકવાર 55 મહિલા ને યાત્રા કરાવી ને ખૂબ જ ધન્યતા અનુભવી હશે.

સૌથી ખાસ વાત કે યાત્રાળુઓ ને રહેવા કે જમવાની તફલીક ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દિનેશભાઇ સરપંચ રાજબાઇ સેવા મંડળી અને સ્વાધ્યાયમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ટેટોડા ગૌશાળામાં પણ સેવા આપે છે. આ કાર્ય બદલ તેમનું કહેવું છે કે, ‘ગામલોકોએ મને વિશ્વાસથી સરપંચનું પદ આપ્યું હતું તેથી મેં એકપણ રૂપિયાના બગાડ વિના તમામ સરકારી ગ્રાન્ટોનું સારી રીતે ઉપયોગ કરી ગામમાં વિકાસના કાર્યો કર્યા છે.

આ ઘટના ખૂબ જ સરહાનીય છે, તેમજ ચર્ચાનો વિષય બન્યો છે. દરેક લોકોની ઈચ્છા એવી જ થાય કે સરપંચ એવા વ્યક્તિને બનાવવા જોઈએ જે આવડત અને કોઠા સૂઝ દ્વારા ગામનો વિકાસ તો કરે પરતું સાથો સાથ ગામ લોકો ની સેવામાં પણ અગ્રેસર હોય. આ ઘટના સૌ કોઈ વખાણી રહ્યા છે. આ વાત ખૂબ જ મહત્વની છે અને તેની વાત સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!