ગરમીના વધતા પારા વચ્ચે શું ગરમી હજી વધુ પ્રકોપ વરસાવશે?? અંબાલાલ પટેલે કરી દીધી ખુબ મોટી આગહી… જાણો શું કહ્યું
ભર ઉનાળે અંબાલાલ પટેલે ગરમી ભારે આકરી આગાહી કરી છે, ખરેખર આ આગાહીના કારણે તમામ લોકો માટે એક ચિંતાનો વિષય બનશે. હાલમાં જ થોડા સમય પહેલા જ અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી હતી.
ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે.
હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાત રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઇ છે. જ્વાળા મુખી જેવી ભયંકર અંગ દઝાડી દે તેવી ગરમી પડશે. તા. 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમીની આગાહી કરી છે તેમજ મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
મે મહિનાની વાત કરીએ તો તારીખ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેમજ તા 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે અને સૌથી ગંભીર વાત એ છે કે, ગુજરાતમાં આગમી 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.