ફોટા મા દેખાતી મહિલા કોઈ સામાન્ય મહિલા નથી ! લાયકાત જાણી ને તમે પણ….
કુદરત દરેક વ્યક્તિએ સંપૂર્ણ નથી મોકલતો. દરેક વ્યક્તિનિમાં કંઈક તો ખૂટતું જ હોય છે. જે અન્ય વ્યક્તિઓ કરતા અલગ પડતું હોય છે. આમ પણ કહેવાય છે ને કે ઈશ્વર જે વ્યક્તિને કંઈક ખોટ ખાપણ આપે છે તો પણ તેને કંઈક એવી આવડત પણ આપે છે, જેના થકી તે જીવનમાં કાંઈક આગળ કરી શકે છે. આમ પણ ઈશ્વરે અનેક લોકો ગુણો આપેલ જ હોય છે. જગતમાં કોઇપણ એવું વ્યક્તિ નહીં હોય જેમાં કોઈ ગુણ ન હોય. બસ તેને ઓળખવા જરૂરી છે.
આમ પણ જો મન મક્કકમ હોય અને દ્રઢ આત્મવિશ્વાસ તો જીવનમાં કંઈ પણ સફળતા મેળવી શકાય છે. આમ પણ ગુજરાતીમાં એક પદ બહુ પ્રચલિત છે ને કે,મેરુ રે ડગે જેના મન નો ડગે!એટલે કે હિમાલય જેવો હિમાલય પર્વત ડગી જાય પરતું જો આપણી ધૈર્ય શક્તિ અને આત્મવિશ્વાસ તેમજ ઈશ્વર પર આસ્થા હોય તો આપણું મન કોઈપણ પરિસ્થિતિમાં ડગવું ન જોઈએ. આજે અમે આપને એક એવી મહિલા વિશે વાત કરીશું જે શરીર ખોડ ખાપણ ધરાવે છે, છતાં પણ આજે તે આઈ.પી.એસ અધિકારી છે.
તેની હાઈટ નીચી છે પરંતુ તેને સપનાઓ હંમેશ તેની ઊંચાઈ થી અંનત ગણા જોયેલા.ભગવાન આપેલ ખોટ ને ભૂલીને આરતી ડોગરા સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS અધિકારી છે. આત્મવિશ્વાસ સાથે આરતી એ સાબીત કરી બતાવ્યું છે કે, જીવનમાં કંઈ પણ હાંસિલ કરી શકાય છે. તેને ભગવાન ઊંચાઈ ન આપી પણ ગુણ તો આપ્યા જ ને હસ્તે મોંઢે તેને સ્વીકાર્યું જેનું પરિણામ આપણી સામે છે. ક્યારેય નાસિપાત નહિ થવાનું.
દેહરાદૂનમાં જન્મેલી આરતીના પિતા રાજેન્દ્ર ડોગરા કર્નલ છે અને માતા કુમકુમ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. આ દંપતીનું તે એકમાત્ર સંતાન છે. જન્મતાની સાથે જ તેના શારીરિક આકાર અને વિકાસને લઈને અનેક લોકો પ્રશ્નો કરવા લાગ્યા. કેટલાક લોકોએ તેના માટે વિશેષ સ્કૂલનું સૂચન કર્યું. પરંતુ માતા-પિતાએ તેને સામાન્ય બાળકોની સ્કૂલમાં જ ભણાવી. આમ શારીરિક અલ્પ વિકસિત આરતીને માતા-પિતા તરફથી ભરપૂર સપોર્ટ મળ્યો.
તેનો શાળકીય અભ્યાસ બ્રાઈટલેન્ડ સ્કૂલમાં થયો. દિલ્હી યુનિવર્સિટીમાં તેણે ગ્રેજ્યુએશન કર્યું. દેહરાદુનમાં તેને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.દહેરાદુનના અભ્યાસ દરમિયાન આરતીનો પરિચય IAS મનીષા પવાર સાથે થયો. તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી જ આરતીને UPSCની પરીક્ષા આપવાનું સુજ્યું ત્યારબાદ કઠોર પરિશ્રમ કરી પ્રથમ પ્રયત્નમાં જ તેણે UPSCની પરીક્ષા પાસ કરી અને તે 2006ની બેચની IAS અધિકારી બની ગઈ.
તેને રાજસ્થાન કેડર ફાળવવામાં આવી. બિકાનેક કલેકટર તરીકે તેમની કામગીરીની ખૂબ સરાહના થઈ. ‘ખુલ્લામાં શૌચ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત તેમણે ‘બંકો બિકાણો’ અભિયાન શરૂ કર્યું, જેની વડાપ્રધાને પણ સરાહના કરી.2019માં રાજસ્થાનમાં ગેહલોત સરકાર આવતા જ તેમની સંયુક્ત સચિવ જેવા મહત્વના હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવી છે.આ મહિલા અધિકારી અનેક લોકો માટે પ્રેરણા દાયક છે.