Entertainment

યુવાન પીએસસાઈ બનવાનું સપનું રોળાયુ , રનીંગ કરતા સમયે જ જીવ ગયો…

દરેક યુવાનોનું સપનું હોય છે કે, પોતાના જીવનમાં કંઈક દેશ માટે કાર્ય કરે. આજે આપણે એક એવા જ યુવાન ની વાત કરવાની છે જેનું સપનું હતું પી.એસ.આઈ બનવાનું અને તેના જીવનમાં ખૂબ જ આગળ વધીને દેશ અને પરિવારનું નામ રોશન થાય એજ તેનો હેતુ હતો.પરતું કહેવાય છે ને કે,જીવનમાં ક્યારેક અનેક પ્રયાસ કરવા છતાં પણ ક્યારે કાળ આવીને ઉભું રહી જાય તે ખબર નથી પડતી. હાલમાં જ એક પરિવારમાં દુઃખદ ઘટના બની છે.

ખરેખર આ વાત ખૂબ જ હ્દયસ્પર્શી જાય તેવી છે. વાત જાણે એમ છે કે,  સવારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટના સ્થળે જ મોત થયું છે. ખરેખર આ ઘટના થી પરિવારજનોમાં ખૂબ જ શોકનું ઘેલું વાતાવરણ છવાઈ ગયું છે. આ ખબર પરિવાર પર જાને આભા તૂટીને પડી હોય એવી ઘટના બની છે.

આ યુવાન પોતાના સપનાને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો પરંતુPSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો પરંતુ PSI બને તે પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો. મૃતકના પરિવારને આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું.

ભાવેશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના 100થી વધુ મિત્રો ઉમટી પડ્યા હતા.મિત્રોના મતે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો પરંતુ અચનાક હ્દય હુમલો આવતા તેનું મોત થઈ ગયું. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ છે.મૃતકની આત્માને ભગવાન શાંતિ આપે તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!