Gujarat

ભૂખ્યા પેટે રાતો વિતાવી, પાણીપુરી પણ વેચી હવે ભારતીય ક્રિકેટ ટીમ મા ધમાકેદાર…

જીવનમાં સફળતા ત્યારે જ મળે છે, જ્યારે અથાગ પરિશ્રમ કરવામાં આવે. આમ પણ ઈશ્વર દરેક ને કંઈક કળા આપે જ છે જેમનાં થકી દરેક વ્યક્તિ જીવનમાં કંઈક મેળવી શકે છે. આજે અમે આપને એક એવા યુવાન વિશે વાત કરીશું જે એમ સમય પાણી પુરી વહેંચતો હતો અને આજે ભારત ક્રિકેટ ટીમના સમાવેશ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે જાણીને તમને આશ્ચય થશે કે કોઈ વ્યક્તિની આટલી સઘર્ષ ભરેલ જિંદગી હોવા છતાં પણ આટલું સરળ જીવન કેમ પસાર કરી શકે.

અંડર 19માં યશ્વી જાયસવાલનું સિલેક્શન થયેલ છે, અને એ પણ શ્રી લંકાની મેચ દરમિયાન. ખરેખર આ એક ગર્વની વાત છે. આ સિલેક્શન પાછળ એક ખૂબ જ ભાવનાત્મક કહાની જોડાયેલ છે.મુંબઈના યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 2.40 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.  ત્યાર પછી તેનું જીવન બદલાઈ ગયુ.આજે ખૂબ જ સારું વૈભવશાળી જીવન પસાર કરે છે.

યશસ્વી અત્યારે ભારતીય અન્ડર-19 ટીમમાં ઓપનર તરીકે રમે છે અને તે અન્ડર 19 વર્લ્ડ કપ મિશનમાં જનારી ટીમ ઈન્ડિયામાં મહત્વનો ખેલાડી પણ છે. જોકે, બહુ ઓછા લોકો જાણતા હશે કે, મુશ્કેલ સમયમાં યશસ્વી પોતાનો ખર્ચો કાઢવા માટે આઝાદ મેદાન પર પાણીપુરી વેચતો હતો. યશસ્વીની આ પડકારભરી સફર મુશ્કેલ હતી. યશસ્વીએ કહ્યું કે, મને પાણીપુરી વેચવાનું ગમતું નહોતું પણ કરવું પડતું હતું કારણ કે આ મારી જરૂરિયાત હતી.

ગત વર્ષે ભારતની અન્ડર 19એ શ્રીલંકાની ટીમને 144 રનથી હરાવી રેકોર્ડ છઠ્ઠી વખત એશિયા કપ પર કબજો કર્યો હતો. આ સીરિઝમાં ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું અને તેમાંથી એક યશસ્વી પણ હતો. ટીમના ઓપનર યશસ્વીએ ફાઈનલમાં 85 રનની ઈનિંગ રમી હતી. સાથે જ તેણે ટૂર્નામેન્ટની ત્રણ મેચોમાં 213 રન બનાવ્યા હતા, જે કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ હતા.ખરેખર આ યુવાનનું જીવન અથાગ મહેનત કરવામાં વિત્યું પરતું આખરે તેની મહનેત રંગ લાવી અને આજે સફળ વ્યક્તિ બન્યો અને આજે ભારતીય ટીમમાં તેનું નામ મોખરે લેવાઈ રહ્યું છે.

માત્ર 11 વર્ષની ઉંમર થી ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ અને જીવનમાં આગળ વધવા તેને મૂંબાઈ પોતાના સંબધીને ત્યાં પણ રહેલ અને એક એવો સમય હતો જ્યારે તેને રાત્રે સુવા માટે અને ટોયલેટ માં જવાનું મુશ્કેલ થતું હતુ. જ્યારે તે ગ્રાઉન્ડમાં પોતાના ખર્ચ માટે પાણી પુરી વહેંચતો ત્યારે તે એમ જ વિચાર તો કે કોઈ ટીમ મેમ્બર અહીંયા ન આવે અમે આ કામ ગમતું ન હતું પરંતુ કરવું પડતું હતું. તેના જીવનમાં સફળતા મેળવી તેના સાચા હકદાર તેમના કોચ છે જેમણે અન્ડર 19 ની તૈયારીઓ કરાવી અને આજે આ બંનેનું પરિણામ આપણી સમક્ષ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!