પિતા ભંગારમાંથી સાઇકલ લઈ આવ્યા,તરુણએ 12 હજાર ખર્ચ કરીને સોલાર સાઇકલ બનાવી..

કહેવાય છે ને કે, જો આવડત હોય તો જીવનમાં અશક્ય ને પણ શક્ય કરી શકાય છે, પરતું ક્યારેક આજના યુગમાં એવા પણ તરુણ અને યુવાનો હોય છે, જે પોતાનું જીવન ઈન્ટરનેટની દુનિયા અને પબજીમાં જ વધારે વ્યસ્ત કરતા હોય છે, ત્યારે અમે આજે એક એવા તરુણ વિશે વાત કરીશું જેને ખૂબ નાની વયે આપમેળે એક એવું ઇનોવેશન કર્યું છે જે ભવિષ્યમાં પણ ઉપયોગી બની શકે છે. કંઈ પણ વસ્તુ કરવી તેમાં બે કારણો હોય છે જેમાં એક માત્ર મોજ ખાતર કરવું અને બીજું તેનાં પ્રત્યે લગાવ હોવાને કારણે તે કામ કરવું. અને ગમતું કામ મન દેય ને કરીએ તો પણ જીવનના દરેક સપનાએ સાકાર થઈ શકે છે.

આજે આપણે વાત કરવાની છે, એવા યુવાનની જેનાં પિતાએ ભંગારમાંથી સાયકલ લઈ આવ્યા અને યુવકે આ ભંગાર સાઇકલમાં માત્ર 12 હજાર રૂપિયાનો ખર્ચ કરીને સોલર સાઇકલ તૈયાર કરી દીધી. આ સાઇકલની બેટરીને ચાર્જ કરવી પડતી નથી. બેટરી દિવસે સોલરથી ચાર્જ થઇ જાય છે અને રાત્રે ટાયર સાથે જોડાયેલા ડાઇનેમોથી ચાર્જ થાય છે, એટલે કે જીરો કોસ્ટમાં આ S-સાઇકને ચલાવી શકાય છે.

ખરેખર આવું કરવું ખૂબ જ કઠીન છે, પરતું તેને દિવસ રાત સંશોધન અને પુસ્તકો વાંચીને સાઇકલ બનાવતા શીખ્યો અને તેના પિતા અને ટીચર ની મદદ થી આખરે આ સાઇકલ તૈયાર કરવી. હવે વિચાર કરો કે આ ઉંમરે જો આટલી આવડત હોય તો આવનાર સમયમાં તે ખૂબ જ આગળ વધી શકે છે. નિલ શાહ વડોદરાનો રહેવાસી છે. સ્કૂલમાં ધો-12ના સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે નીલ ધો-6માં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને વિજ્ઞાન અને ઇનોવેશન પ્રત્યે લગાવ હતો અને  લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને નીલે સોલર સાઇકલ બનાવવાનું નક્કી કર્યું હતુંચાલતી સોલર સાઇકલ તૈયાર કરી હતી.

સોલર સાઇકલનું ઇનોવેશન કરનાર સ્ટુડન્ટ નીલ શાહે જણાવ્યું હતું કે મારી સોલર ઊર્જા આધારિત સાઇકલ પર્યાવરણ બચાવવામાં ખૂબ જ ઉપયોગી છે અને આ સાઇકલ રૂપિયા પણ બચાવે છે. આ સાઇકલની બેટરીને ચાર્જ કરવી પડતી નથી. એ સાઇકલ ચલાવવાની ઓટોમેટિક જ ચાર્જ થયા કરે છે. આ સાઇકલમાં ચાર્જિંગ માટેના બે સ્ત્રોત છે. જ્યારે તમે દિવસે સાઇકલ ચલાવો છો ત્યારે સોલર પેનલ આ સાઇકલની બેટરીને ચાર્જ કરે છે, જ્યારે રાત્રે સાઇકલ ચલાવતી વખતે ટાયર સાથે જોડાયેલો ડાઇનેમો બેટરીને ચાર્જ કરે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *