હવે પુર અસરગ્રસ્ત વિસ્તાર ની મદદે આવશે ખજુરભાઈ! જાણો વિડીઓ મા શુ કીધુ

આ જગતમાં માનવ સેવા એજ પ્રભુ સેવા છે. આમ પણ ભાગ્યે જ એવા લોકો જોવા મળતા હોય છે કે, જેઓ પારકના દુઃખને પોતાનું સમજીને લોકોની મદદ માટે આગળ આવે. આવા જ એક વ્યક્તિ એટલે ગુજરાતનાં લોકપ્રિય કોમેડી કિંગ ગણાતા અને સમાજ સેવક એવા ખજુર ભાઈ હાલમાં જ સૌરાષ્ટ્ર પંથકમાં પડેલ વરસાદ ને લીધે મહત્વની જાહેરાત કરીને લોકોનું ફરી દિલ જીતી લીધું છે. ત્યારે ખરેખર ખજુર ભાઈનો નિર્યણ ખૂબ જ સરહાનીય છે. આવું કાર્ય સરકાર પણ ન કરી શકે તે હાલમાં ખજુર ભાઈ જાતે ગામડાઓ ની મુલાકાત લઈને લોક સેવા કરી રહ્યા છે.

આમ પણ કહેવાય છે ને કે, ઘણા સમય થી એટલે કે, જ્યાર થી વાવાઝોડાની અસર ગુજરાતમાં થઇ હતી ત્યાર થી લઇને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનન્ય ગામડાઓની મુલાકાત લઈને તન, મન, ધન થી સેવા કરી છે. જેમાં તેમણે અનેક લોકોને ઘર બંધાવી આપ્યા છે, જ્યારે ભુખ્યાને ભોજન આપ્યું છે. ત્યારે આ ઘટના એ દરેક ગુજરાતીઓ હદયને સ્પર્શી જાય એવી છે. આપણે જાણીએ છે કે, ત્યાર સુધી તેઓ કરોડ રૂપિયા ખર્ચીને ને નિરાધાર લોકોને ઘર બનાવીએ આપ્યા છે, તેમજ વૃદ્ધ લોકોને મદદરૂપ થયા છે. ત્યારે હવે ફરી એકવાત ગઈકાલે પોતાના ઓફિસયલી પેજ પરથી ખજૂરભાઈ પુરને લઈને મહત્વની જાહેરાત કરી.

આપણે જાણીએ છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતના મુશળધાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી ખરાબ પરિસ્થિતિઓ જામનગર શહેરની થઈ છે. લોકોને રેસ્ક્યુ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે.જામનગર જાણે પાણી-પાણી થઈ ગયું છે, જેમાં અડધુ જામનગર ડૂબી ગયું એમ કહો તો ખોટું નથી. આ દરમીયાન અનેક લોકો નિરાધાર થયા તેમજ અનાજ અને કરીયાણા પણ પાણીમાં વહી ગયા છે. માત્ર જામનગર નહિ પરંતુ પોરબંદર તેમજ રાજકોટ અને જૂનાગઢ પંથકનાં આજુબાજુના ગામડાઓમાં આવી પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે

કુદરત તો પોતાનો કહેર વતાવ્યો છે, પરતું હવે માનવતાની મહેક ફેલાવવા માટે ખજુર ભાઈ આગળ આવ્યા છે. ખજૂરભાઈ ગઈકાલે જાહેરાત કરી કે, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર તેમજ આજુબાજુના ગામડા વિસ્તારોમાં જ્યાં પુરની પરિસ્થિતિ સર્જાય છે તેવા ગામના લોકો અનાજ અને કરીયાણું પણ પલડી ગયું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં રાહતની જરૂરિયાત છે, ત્યારે જે પણ વ્યક્તિઓને રાહતની જરૂરિયાત હોય તે વ્યક્તિઓ તમારી સિટી કે ગામનું નામ તેમજ તમાત નંબર કોમેન્ટ બોક્સમાં લખી આપજો જેથી વહેલી તકે અમે આપની મદદ કરી શકીએ. ખરેખર ખજૂરભાઈનું આ કાર્ય વધાવવા લાયક છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *