India

અકસ્માત મા ટ્રેકટર ના બે ટુકડા થયા અને કાર ના ફુરચા ઉડી ગયા છતા થયો એવો ચમત્કાર કે…

અકસ્માતો ના બનાવ હાઈ વે પર વધારે બને છે અને ઘણી વાર તેની એવી ભયાનક તસવીરો સામે આવે છે કે આપણે જોઈ ને પણ ડરી જતા હોઈએ છીએ અને અરેરાટી વ્યાપી જતી હોય છે. એવો જ એક અકસ્માત રાજસ્થાન મા જાલોર મા સામે આવ્યો છે. જેમાં એક કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટર ના બે ભાગ થય ગયા હતા.

આ ઘટના ની વાત કરવામા આવે તો આ અકસ્માત ગયાં અઠવાડીયે થયો હતો. આ અકસ્માત તખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર મા થયો હતો જેમાં કાર અને ટ્રેકટર સામે સામે ધડાકા ભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેકટર ના બે ટુકડા થય ગયા હતા અને કાર ના પણ ફુરચા ઉડી ગયા હતા. અને કાર ચાલક અને ટ્રેકટર ચાલક ને ગંભિર ઈજા ઓ પહોચી હતી.

અહી મહત્વ ની વાત એ હતી એ આટલો મોટો ભયજનક અકસ્માત થયો છતા કોઈ નો જીવ ગયો નહોતો. અકસ્માત નજરે જોનાર લોકો નુ કહેવુ છે કે આ કોઈ ચમત્કાર થી કમ નથી. જ્યારે કાર ની જો વાત કરવામા મા આવે તો સ્વીફટ કાર મા ત્રણ લોકો સવાર હતા. અને તેવો તખતગઢ જય રહ્યા હતા. કાર મા સવાર ત્રણેય લોકો ને ગંભિર ઈજા ઓ પહોંચતા નજીક ની હોસ્પિટલ મા સારવાર અર્થે પહોંચાડવામા આવ્યા હતા.

કાર ની હાલત જોતા લાગે નહી કે આમા કોઈ બચ્યુ હોય પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાકે…. આવુ જ કાઈ થયુ આ અકસ્માત મા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!