Gujarat

સાંપે દંશ દિધો

રાજ્ય મા સાપે દંશ દેતા બે અલગ અલગ ઘટના મા બે મહીલાઓ ના જીવ ગયા છે. આ અગાવ પણ બે મહીના પહેલા રાજ્ય મા બે બાળકો ને સાપે દંશ દેતા સગા ભાઈ બહેન ના મોત થયા હતા જયારે ગઈ કાલે એક વૃધ્ધ મહિલા ને વિસનગર ના પાલડી ગામ મા જ્યારે તલોદના વક્તાપુર ગામ મા એક મહિલા ને સાપ કરડતા મોત નિપજ્યું હતુ.

જાણવા મળતી વિગતો અનુસાર એક ઘટના મા તલોદ તાલુકા ના વકતાપુર ગામ મા એક કરુણ ઘટના બની હતી જેમાં. ગઈ કાલે વહેલી સવારે  વિક્રમસિંહ ઝાલાની પત્ની વર્ષાબા (ઉંમર 25)ઘરે સૂતા હતા ત્યારે જેરી સાપ કરડ્યો હતો. વર્ષાબા ની તબિયત લથડતા તાતકાલીક તલોદ ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બાદ વધુ અન્ય ખાનગી હોસ્પીટલ મા ખસેડવામાં આવ્યા હતા પરંતુ વર્ષાબા નુ મૃત્યુ થયુ હતુ. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ બાદ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત સાપ કરડવાથી અન્ય એક ઘટના પર નજર નાખીએ તો વિસનગર ના પાલડી ગામ મા સાપ કરડવાથી એક વૃધ્ધ મહિલા નુ મોત થયુ હતુ. જાણવા મળતી વિગતો અનુસાર પાલડી ગામ મા રહેતા 60 વર્ષિય ચૌધરી મેનાબેન હરિસંગભાઈ બુધવારના રોજ ગામના પરા વિસ્તારમાં આવેલ તેમના વાડામાં ગાયોને ઘાસ નાખવા તેમજ દોહવા માટે ગયા હતા. ત્યા ઝેરી સાપે જમણા હાથે દંશ દેતા વૃધ્ધ મહિલા બુમાબુમ કરી હતી ત્યાર બાદ વિસનગર સિવીલ હોસ્પીટલ મા સારવાર આપવામા આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે નૂતન હોસ્પિટલમાં રિફર કરાયા હતા પરંતુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

મેનાબેન નું સારવાર દરમિયાન મોત નીપજતાં આ બનાવ અંગે પોલીસે માનસંગભાઈ હરીશભાઇ ચૌધરીના નિવેદનના આધારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતની નોંધ કરી છે.
રાજ્ય મા બે અલગ અલગ ઘટના ના મા સાપ કરડતા બે મહીલા ના મોત થતા ચકચાર મચી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!