અખાડા પરિષદના મહંતના નુ મૃત્યુ અંગે અનેક સવાલો??સહી માંડ કરી શકતા હતા તો આઠ પાનાની સુસાઈડ નોટ કેવી રીતે લખી
ગઈકાલે એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના રહસ્યમય મોત બાદ ચકચાર મચી ગયો હતો. ત્યારે આ ઘણા લોકોએ જણાવ્યું હતુ કે આ એક ષડ્યંત્ર છે અને યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે મહંતના મોતને એક ષડયંત્ર ગણાવ્યુ છે અને કહ્યુ છે કે, જે પણ આ માટે દોષી હશે તેને આકરી સજા કરવામાં આવશે.
જાણવા મળતી વિગતો અનુસાર મહંત નરેન્દ્ર ગિરીએ સોમવારે શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ અલ્લાપુરના બાગમબારી મઠ ખાતેના તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. સાંજે માહિતી મળતા જ ચકચાર મચી ગઈ હતી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમાં તેણે તેના શિષ્ય આનંદ ગિરિ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી બાજુ, અરમહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરીને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ સાથે, તેણે આમાં તેની ઇચ્છા વિશે માહિતી પણ આપી. પોલીસ આ સંદર્ભે કહે છે કે તેઓ તેની વિગતવાર તપાસ કરી રહ્યા છે અને ત્યારે જ પરિસ્થિતિ સ્પષ્ટ કરી શકાશે.
યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે આ બાબતે મૌર્યએ કહ્યુ હતુ કે, બે દિવસ પહેલા જ મને તેમનો આશીર્વાદ આપ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, આ એક મોટુ ષડયંત્ર છે. નહીંતર મહારાજજી આત્મહત્યા કરવા જેવુ પગલુ ભરે નહીં. આ મામલામાં નિષ્પક્ષ તપાસ થઈ રહી છે. જરૂર પડે તો સીબીઆઈ તપાસ પણ કરાવવામાં આવશે. મહંતના મોત અંગેનો ખુલાસો કરવામાં આવશે.એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, આવા સમયે પણ કોંગ્રેસ રાજનીતિ કરે છે. સરકાર કાર્યવાહી કરવાની છે. અમે કોઈને છોડવાના નથી. અખાડા પરિષદ જો ઈચ્છતી હશે તો સીબીઆઈ તપાસ કરવામાં આવશે.