ઉનાના કોળી પરીવારે માનવાતા મહેકાવી ! યુવક બ્રેન ડેડ થતા અંગદાન થકી ચાર લોકોને નવુ જીવન મળશે

ગુજરાત ના અનેક શહેરો માથી અંગદાન નુ મહત્વ સમજી અંગદાન નુ અનેરુ કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરી ને સુરત મા અનેક અંગદાન ના કિસ્સા ઓ સામે આવ્યા છે બે દિવસ પહેલા જ એક અંગદાન નો કિસ્સો સામે આવ્યો હતો જેમાં બે વ્યક્તિઓ ના અંગદાન એક સાથે કરવામા આવ્યુ હતુ. ત્યારે ફરી ઉના મા એક અંગદાન નો કિસ્સો સામે આવ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કલરકામ નો વ્યવસાય કરતા મુકેશભાઇની તબિયત અચાનક ખરાબ થતાં સ્થાનિક તબીબે તેમને મગજની બીમારી હોઇ વધુ સારવાર માટે અમદાવાદ જવા કહેતાં મુકેશભાઇના પરિવારજનો તેમને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. જયા 7 દિવસની સારવારના અંતે મુકેશભાઇને બ્રેનડેડ જાહેર કરાયા હતા. તબીબે બ્રેનડેડ વ્યક્તિની પરિસ્થિતિથી તેમના પરિવારને વાકેફ કર્યો.

મુકેશભાઈ સોલંકી મુળ ઉના શહેરના વેરાવળ રોડ પર આનંદવાડી નજીક રહેવાસી છે. મુકેશભાઈ બ્રેન ડેડ થતા તેમના મોટાભાઈ બાલાભાઈ એ અંગદાન કરવાનો વિચાર આવ્યો હતો અને તેવો એ પરીવાર ની સંમતિ તેમણે અમદાવાદના સિવિલ સર્જનને વાત કરતાં સર્જને પરિવારના બધા સભ્યોની સંમતિ મેળવી બ્રેનડેડ મુકેશભાઇના અંગો નુ દાન કર્યુ હતુ.

મુકેશભાઈ ના અંગો મા કિડની, લિવર, સ્વાદુપિંડ તથા હૃદય જેવાં અંગોનું દાન કરી ગ્રીન કોરિડોર રચી 4 લોકોને નવજીવન આપ્યું હતું. હૃદય મોરબીના 36 વર્ષીય યુવાનના શરીરમાં ધબકતું કરાયું. બે કિડની પૈકીની એક અને સ્વાદુપિંડ 35 વર્ષીય દર્દીને, બીજી એક કિડની અદાવાદના 65 વર્ષના વૃદ્ધને તેમજ લિવર અમદાવાદની 40 વર્ષની યુવતીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *