Gujarat

ચાર મહીનાથી કોમા મા રહેલા રાકેશભાઈ પટેલ ના પરીવાર ને એક લાખ ની સહાય કરી અને સાથે કહ્યુ કે…

છેલ્લા ચાર મહિના થી રાકેશભાઈ વઘાસીયા કે જેવો કોઠારિયા રોડ પર રહે છે અને પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેવો છેલ્લા ચાર માસ થી કોમા મા છે અને સારવાર ચાલી રહી છે જેમની માસુમ દિકરી પિતા ના પ્રેમ માટે તરસી રહી છે. અને પરીવાર ની આર્થિક સ્થિતી પણ નબળી છે. આ બાબત હાર્દિક પટેલ ને ખબર પડતા તેવો કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સાથે પરીવાર જનો ની મુલાકાતે પહોંચ્યા હતા અને ખબર અંતર પુછ્યા હતા સાથે 1 લાખ રુપિયા ની આર્થીક સહાય પણ કરી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલ ના એક નીવેદન પર વાત કરીએ તો હાર્દિક પટેલ કહ્યુ હતુ કે પાટીદાર સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ ફાંકો કાઢી નાંખે. સાથે તેણે એવું પણ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની વાતો કરે છે પરંતુ, ચાર મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસર પટેલ છે અને એ પણ સમાજનો દીકરો છે તો ભાજપના કયા નેતાએ તેની મુલાકાત કરી. આ દીકરાને મદદ કરી પહેલા તેનો જવાબ આપો પછી પાટીદાર સમાજની વાત કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે જનઆર્શિવાદ યાત્રા  વખતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નિવેદન કર્યુ કે, ભાજપ એટલે પાટીદાર. આ મામલે અનેક પાટીદાર નેતાઓ એ નીવેદનો આપ્યા હતા. જેમાં
ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ બાદ એસપીજી નેતા લાલજી પટેલે પણ એવી ટિપ્પણી કરી છેકે, ભાજપ એટલે પાટીદાર, એવુ કઇ નથી. કોઇ એવુ ભૂલમાં ય માની ન લે. પાટીદારો આપ-કોંગ્રેસ સહિત બધાય રાજકાય પક્ષોની સાથે છે. પાટીદાર મંત્રીઓના નિવેદન બાદ પાટીદારો આગેવાનોની આવી પ્રતિક્રિયા આવતાં ભાજપની ચિંતા વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!