જન્મ દિવસ ની ઉજવણી માટે ગૌતમેશ્વર તળાવે ગયેલા કોલેજિયન યુવક, યુવતી નુ ડુબી જવાથી મોત થયુ.

તળાવ અને કેનાલ મા ડુબી જવાની અનેક ઘટના ઓ બની છે પરંતુ તેમા થી લોકો તમાથી શકતા નથી હતી ફરી ને આવી ઘટના ઓ બનતી રહે છે. આવી જ ઘટના ભાવનગર જીલ્લા ના સિહોર તાલુકા મા એક ઘટના બની છે જેમાં એક કોલેજીયન વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી નો જીવ ગયો છે. જાણવા મળ્યુ છે કે બન્ને મિત્રો હતા.

જાણવા મળતી વિગતો અનુસાર ગુરુવારે ભાવનગર ની એમ જે કોલેજ ના 6 વિદ્યાર્થી સાથી એક વિદ્યાર્થીનીના જન્મ દિવસ નિમિતે ગૌતમેશ્વર મહાદેવ શિહોર ખાતે ફરવા ગયા હતા. જેમા વલ્લભીપુરની એક યુવતી જેનુ નામ નિકીબેન ભટ્ટ ગૌતમેશ્વર તળાવ ના કાઠે બેઠી હતી અને માછલા જોઈ રહી હતી ત્યારે તેનો પગ લપસી જતા તળાવ મા પડી ગઈ હતી. અને તળાવ મા ડુબી રહ્યો હતો.

આ જોઈ જગદીશ મકવાણા ને તરતા આવડતુ હોય તેથી નિકી ને બચાવવા માટે તળાવ મા ઝંપલાવ્યુ હતુ. પરંતુ પોતે પણ ઊંડા પાણી મા ગરકાવ થયો હતો. આ જોઈ અન્ય વિદ્યાર્થી ઓ એ બુમાબુમ કરી હતી. જેથી સ્થાનીક લોકો મદદે આવી પહોંચયા હતે સાથે ફાયર બ્રિગેડની ટીમ ને પણ જાણ કરવામા આવી હતી.

ઘટના ની જાણ થતા જ તરવૈયાઓ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવક – યુવતીની લાશ બહાર કાઢી હતી, જેમાં સિહોર પોલીસે સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે કોલેજિયન યુવક-યુવતીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *