તારક મહેતાના સોઢી એ અચનાક સિરિયલ કેમ છોડી તેનું આવ્યું ચોંકાવનાર કારણ સામે.

13 વર્ષથી લોકોનું મનોરંજન કરતી એક માત્ર સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં આ સીરિયલમાં ઘણા કલાકારો છોડીને ચાલ્યા ગયા છે ત્યારે એ કલાકારોનું સ્થાન.બીજા લોકોએ લીધું છે. આજે અમે આપને જમાવીશું સોઢી વિશે જે હાલમાં આ શો છોડીને અચનાક ચાલ્યો ગયો હતો.

ગુરુચરણે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી આ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, પછી મેકર્સને ગુરુચરણ સામે વાંધો પડ્યો હતો અને તેને કારણે ગુરુચરણે શો છોડી દીધો હતો. જોકે, તે સમયે ચર્ચા હતી કે ગુરુચરણ સેટ પર મોડો આવતો હતો અને તેના આવા વલણથી મેકર્સે તેને શોમાંથી કાઢી મૂક્યો હતો.

ગુરુચરણને સ્થાને લાડ સિંહ માન આવ્યો હતો અને એક વર્ષ બાદ જ ગુરુચરણ પાછો સિરિયલમાં આવી ગયો હતો. ગુરુચરણે 2020માં ફરી એકવાર આ શો છોડી દીધો હતો. તે સમયે તેણે શા માટે આ સિરિયલ છોડી તે અંગે કોઈ કારણ બહાર આવ્યું નહોતું.હવે તમને જાણીને નવાઈ લાગશે કારણ કે તેનું કારણ સામે આવી ગયું છે.

સોઢીનાં  પિતાની સર્જરી થઈ હતી અને આ જ કારણે તેણે સતત પિતા સાથે રહેવાનું હતું. આ ઉપરાંત કેટલાક પારિવારિક ઇશ્યૂ પણ હતા અને તેને કારણે તેણે શો છોડવો પડ્યો હતો. જોકે, તેણે આ શોમાં પોતાનું બેસ્ટ આપ્યું છે અને તેને આ શો છોડવાનો કોઈ અફસોસ નથી. તે બે મહિના માટે અમેરિકામાં હતો.

ગુરુચરણે કહ્યું હતું કે તેણે સિરિયલ છોડી તેને સવા વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને તેણે આ દરમિયાન કામ પર નહીં, પરંતુ પોતાના પર ધ્યાન આપ્યું છે. તે આધ્યાત્મિક રીતે આગળ વધ્યો છે, માતાપિતાનું ધ્યાન રાખ રહ્યોં છે.હાલમાં જ તેણે એક બ્રાન્ડ માટે ડિજિટલ ફિલ્મ શૂટ કરી હતી. આ ફિલ્મમાં શ્રેયસ તલપડે તથા રોહિતાશ ગોડ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *