Gujarat

ભારતને વિશ્વ કપ જીતાડનાર આ ખેલાડી આજે કડિયાકામ કરવા મજબુર છે. હાલત જોઈ આંખમાં આંસુ આવી જશે

આપણા દેશ મા જેટલું મહત્વ ક્રિકેટ ને મહત્વ આપવામાં આવે છે એટલુ ભાગ્યે જ કોઈ રમત ને આપવામા આવતુ હશે અને એમા પણ જો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે ત્યારે સૌ કોઈ દેશવાસીઓ ગર્વ અનુભવતા હોય છે. પરંતુ સમય સાથે લોકો તેને ભુલી પણ જતા હોય છે. આજે આપણે આવા જ એક ખેલાડી ની વાત કરવાના છે જે એક સમયે ભારત ને world cup ની વિજેતા ટીમ મા હતો.

આપણે જે ખેલાડી ની વાત કરવા જય રહ્યા છીએ એ મુળ નવસારી જીલ્લા નો છે અને તે  દિવ્યાંગ ખેલાડી છે વર્ષ 2018 ના બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત ની ટીમ માથી રમ્યો હતો આટલુ જ નહી. પાકિસ્તાન સામે ની મેચ મા ભારત ને જીત અપાવવા માટે મહત્વ નુ યોગદાન પણ હતુ.

તે ખેલાડી આજે મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર છે. જે ખેલાડીના હાથમાં બેટ અને બોલ હોવા જોઈએ તેના બદલે સિમેન્ટની બેગ અને ખેત ઓજારો જોવા મળી રહ્યા છે. 2018માં ભારતને વર્લ્ડકપ અપાવ્યા બાદ આ ખેલાડીને આજદિન સુધી મળ્યા તો ફક્ત આશ્વાસન જ મળ્યા છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામનો ખેલાડી નરેશ તુમડા બ્લાઈન્ડ ક્રિકેટર છે. અને 2018 મા દુબઈ મા રમાયેલા બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં તેણે મહત્વ નો ભાગ ભજવ્યો હતો અને આજા તેની પાસે અનેક પ્રમાણ પત્રો અને ટ્રોફી છે પણ શુ કામના???નરેશ આજે 250 રુપીયા ની દાડી પર કામ કરવા મજબુર છે.

નરેશ આજે ગરીબી અને રોજગારી સામે લડી રહ્યો છે તેની પાસે નથી બરોબર ની રોજગારી કે નથી બરોબર ઘર. આજે સાવ કાચા મકાન મા રહેવા મજબુર છે. નરેશ ને આજ દિન સુધી અનેક મોટા નેતાઓ નુ આશ્વાસન મળ્યુ છે પરંતું નોકરીની ભલામણ કરવા છતા આ જ દિન સુધી નોકરી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!