મહિસાગર : ભાજપી આગેવાન અને તેમના પત્નિની હત્યા થય, હત્યા નુ કારણ…
મહિસાગર જિલ્લાના લુણાવાડા નજીક આવેલા ગોલાના પાલ્લા ગામે ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય તથા તેમના પત્નિની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો બુધવારે સામે આવ્યો હતો અને આ ઘટના રાત્રી દરમ્યાન બની હોવાનુ અનુમાન છે. જો આ દંપતી ની વાત કરવામા આવે તો નિવૃતિ નુ જીવન ગાળી રહ્યા હતા. અને ગુરુવારે આ ઘટના થી સમગ્ર પંથક મા અરેરાટી મચી ગઈ હતી.
જાણવા મળતી વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા નજીક આવેલા ગોલાના પાલ્લા ગામે રહેતા ત્રિભોવનદાસ પંચાલ (ઉ.વ.૭૭) અને તેમના ધર્મપત્નિ જશોદાબેન પંચાલ (ઉ.વ.૭૦) ની કરપીણ હત્યા નો મામલો સામે આવ્યો છે અને આ ઘટના બુધવારે રાત્રે બની હોવાનુ જાણવા મળ્યુ હતુ અને ગુરુવારે સવારે સૌને જાણ થય હતી. આ બાબતે લૂંટના ઇરાદે હત્યા કરવામાં ન હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે અજાણ્યા હુમલાખોરોની તપાસ શરૂ કરી દીધી છે.
આ ઘટના બુધવારે રાત્રે બની હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે ત્રિભોવનદાસ અને તેમના ધર્મ પત્ની રાત્રી ના જમી રહ્યા હતા ત્યારે
તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલ લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા.
તે દરમિયાન તેઓને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ત્રણથી વધુ ઘા મારી હુમલો કરી હત્યા કરી હતી. દરમિયાન ઘર બહાર થયેલ હિલચાલને લઈને તેમના પત્નિ ઘર બહાર આવતા હતા, તે વખતે જ તેમને પણ તેઓ ઘરની બહાર આવે તે પહેલાં જ તેમને પણ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરી તેમનું પણ મોત નિપજાવ્યુ હતું. હુમલો કર્યા બાદ અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.
ત્રિભોવનદાસ મહિસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સભ્ય પણ હોદ્દો ધરાવતા હતા. તેઓના 3 પુત્રો છે, જે પૈકી એક પુત્રનું કોરોનાને લઈને થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારે અન્ય બે પુત્રો પૈકી એક પુત્ર આણંદ ખાતે તબીબ છે જયારે અન્ય પુત્ર વિદેશ રહે છે.