Gujarat

મોબાઈલ ના ઉપયોગ સમયે આ સાવચેતી રાખવી જરુરી છે

હાલ ના સમય મા મોબાઈલ નો ઉપયોગ ખુબ વધી ગયો છે વડીલ હોય કે બાળકો દરેક લોકો મોબાઈલ ને વળગી રહે છે અને આજકાલ તો ઓનલાઈન એજયુકેશન ના લીધે પણ બાળકો મોબાઈલ નો વપરાશ વધુ કરે છે. આપણે અનેક કિસ્સા ઓ જોયા છે જેમા મોબાઈલ ફા-ટવા ને કારણે મોત થયુ હોય ત્યારે ફરી એક એવી ઘટના સામે આવી છે જેમાં મોબાઈલ ફા-ટવા ને કારણે એક યુવતી નો જીવ ગયો હોય.

આ ઘટના બુધવારે સવારે બની હતી જયારે યુવતી ચાર્જીંગ મા ફોન લગાવી ને ફોન પર વાત કરતી હતી. ત્યારે મોબાઈલ મા ધ-ડાકો થયો અને કીશોરી નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. આ ઘટના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામ (Chhetasana village) ખાતે બુધવારે બની હતી. આ ઘટના એવી રીતે બની કે કોઈ કાઈ સમજી શક્યુ નહી. આ પરીવાર થી પરકવાર પણ હેબતાઈ ગયો હતો અને ગામ મા શૉક નુ મોડુ ફરીવળયુ હતુ.

બનાવની વિગતે વાત કરીએ તો છેટાસણા ગામના શંભુભાઇ પ્રભાતભાઇ દેસાઇની દીકરી શ્રદ્ધા સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરના ઉપરના માળે મોબાઇલ પર વાત કરી રહી હતી. મોબાઈલની બેટરી લો હોવાથી શ્રદ્ધા ફોનને ચાર્જિંગમાં રાખીને વાત કરી રહી હતી. આ દરમિયાન કોઈ કારણે મોબાઇલમાં ધડાકો થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે શ્રદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી.

મોબાઈલ ફાટતા જોરદાર અવાજ આવ્યો હોવાથી પરિવારજનો ઉપર દોડી ગયા હતા. જયાં કીશોરી નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ જયારે જે રુમ મા આ ઘટના બની ત્યા ઘાસ ભરેલુ હોવાથી આગ પણ લાગી હતી જે પાણી નો મારો ચલાવતા ઓલવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!