વિજળી પડવાના લાઈવ વિડીઓ કેમેરા મા થયો કેદ, જાણે કોઈ હોલીવુડ ફિલ્મ હોય
મુંબઇમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી સતત વરસાદ ચાલુ છે. અંધેરી મા ભારે વરસાદને કારણે પાણી ની રેલમ છેલ થય ગઈ છે. મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ આવી સમસ્યા બની જાય છે કે થોડા કલાકોમાં જ ઝગમગતું શહેર અસ્તવ્યસ્ત થઈ જાય છે.
મુંબઈ મા સતત વરસાદ ને લઈ ને જાહેર જીવન ખોરવાયું હતુ અને અનેક જગ્યા એ વિજળી પડવાની પણ ઘટના ઓ સામે આવી હતી ત્યારે સોસિયલ મીડીયા પર એક વિજળી નો વિડીઓ વાયરલ થયો હતો આ વાડીમાં એવી વિજળી નો કડાકો થયો હતો જાણે કોઈ હોલીવુડ ફિલ્મ હોય.
Visuals from madh island .😖 #MumbaiRains #Thunderstorms pic.twitter.com/fXHmPXaTaR
— Sankalp Mishra (@Sankalp_Mishra_) June 12, 2021
હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી:- હવામાન વિભાગે મુંબઇ અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ (આઈએમડી) એ મહારાષ્ટ્રના રત્નાગીરી અને રાયગ જિલ્લામાં 13 જૂન માટે ભારે વરસાદની ‘ચેતવણી’ જારી કરી છે. આઇએમડીએ કહ્યું કે મુંબઈ અને પડોશી થાણેમાં પણ કેટલાક સ્થળોએ શનિવારે ભારે વરસાદ પડી શકે છે.