સનસનાટી ભર્યો કિસ્સો ! પત્ની એ પતિ નુ ઢીમ ઢાળી દીધા બાદ મૃતદેહ રસોડા મા જ ડાટી લીધો
હાલ અવાર નવાર એવા કિસ્સા ઓ સામે આવી રહ્યા છે જેમાં મૃત્યુ પાછળ નુ કારણ લફરું હોય. દેશ ની આર્થીક રાજધાની મુંબઈ મા પણ એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળી તમારા પગ નીચે થી જમીન ખસી જશે.
મુંબઈ મા એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યાબાદ તેના મૃતદેહને ઘરના રસોડામાં દાડી દીધો હતો, પરંતુ 6 વર્ષની બાળકીએ તેના પિતાની હત્યાનો પર્દાફાશ કર્યો હતો અને પોલીસે મૃતક ની પત્ની અને તેના પ્રેમી બન્ને ની ધરપકડ કરી હતી.
રહીસ કરામત અલી શેખ અને શાહિદા નિ લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા અને તેવો નુ મુળ વતન ઉત્તરપ્રદેશના ગોંડા હતુ. લગ્ન પછી દંપતી મુંબઈના પશ્ચિમી ઉપનગરના દહીસરમાં આવેલા ખાન કમ્પાઉન્ડમાં રહેતા હતા. રઈસ દહીસર રેલવે સ્ટેશન પાસે કપડાની દુકાનમાં સિલાઈ કામ કરતો હતો. જ્યારે તેની પત્ની શાહિદા 6 વર્ષથી બાળકી અને અઢી વર્ષના બાળક સાથે ઘરમાં રહેતી હતી. તે દરમ્યાન શિહિદા ને અનીકેત ઉર્ફે અમીત વિશ્વકર્મા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આ બાબત ની જાણ રઈસ ને થતા તેણે વિરોધ કર્યો હતો અને ત્યાર બાદ શિહિદા અને તેના પ્રેમી દ્વારા રઈસ નુ મોત નુ કાવતરું ઘડાયું હતુ અને રઈસની હત્યા કરી તેના મૃતદેહને રસોડામાં દાટી દેવાયો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.