સુરત ની ટ્રાફીક ટીમે એક યુવક ને આત્મ હત્યા કરતો અટકાવ્યો અને જીવ…

ઘણા પોલીસ અધિકારીઓ અને ઘણા એવા લોકો હોય છે જે પોતાના કાર્ય ની સાથે માનવતા ભર્યા કાર્યો પણ કરતા હોય છે અને માનવાતા થી મોટો કોઈ ધર્મ નથી હોતો એટલે જ કહેવાય છે માનવ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. ત્યારે એવો જ એક માનવતા ભર્યો કીસ્સો સુરત ન્યુ બોમ્બે માર્કેટ વિસ્તાર મા જોવા મળ્યો હતો જેમાં ટ્રાફીક બ્રીગેડ ના જવાનો એ એક યુવક નો જીવ બચાવ્યો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર ઓગસ્ટ મહીના મા ન્યુબોમ્બે માર્કેટ વિસ્તારમાં અ.હે.કો. વાલજીભાઇ મનુભાઇ, અ.પો.કો સંજયભાઇ મનજીભાઇ, TRB કિશોરભાઇ ગણેશભાઇ,TRB દિલીપભાઇ સોમજીભાઇ TRB મોહમ્મદ ઇલ્યાસ અબ્બાસભાઇ તમામ નોકરી-રીજીયન-૨, ટ્રાફિક શાખા, સુરત શહેરનાઓ ફરજ પર હાજર હતા.

તે દરમ્યાન બપોર ના સમયે એક યુવક કોઇ અગમ્ય કારણોસર કરણીમાતા સર્કલ ખાતે શિવાજી મહારાજનાં સ્મારક પર ચડી જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો હોય, તે વાતની ઉપરોક્ત તમામ ને જાણ થતા તમામે સમય સુચકતા વાપરી તાત્કાલીક ત્યાં પહોંચી જઇ સદર યુવકને સમજાવી રેસ્ક્યુ કરી નીચે ઉતારી તેને સાંત્વનાં આપેલ અને ત્યારબાદ તે યુવક નાં સગા-સબંધીને બોલાવી યુવકને પુણા પો.સ્ટે. ખાતે સોંપેલ હતો. જે ફરજ ઉપરાંતની ખુબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ શ્રી પ્રશાંત સુંબે, નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સુરત શહેરનાઓ દ્વારા તમામને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે.

આપણે અનેક વખત જોયુ છે કે લોકો પોલીસ જો કોઈ અ યોગ્ય કામ કરે તો તેને વિડીઓ ને ખુબ ફેલાવે છે અને શેર કરે છે ત્યારે આપણે પણ સમજવું જોઈએ કે સારા કામ ની પણ નોંધ લેવી જોઈએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *