સુરત : પરીવાર 13 દિવસથી ગુમ દીકરાને શોધી રહ્યો હતા, ઘરની પાણી ની ટાંકી માથી મૃત હાલત મા મળ્યો

રાજ્ય મા રોજ કોઈને કોઈ જગ્યા એ આપઘાત ની ઘટનાઓ બની રહી છે આની પાછળ ક્યાંક ને કયાંક કોરોના ના પણ જવાબદાર છે જેના લીધે લોકો ની માનસિક પરિસ્થીતી પર અસર પડી રહી છે. અનેક એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જેમા લોકો આર્થિક અને માનસીક પરેશાનીઓ ના લીધે જીવન ટુંકાવી રહ્યા છે. ત્યારે આજે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વધુ એક યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવ્યો છે

સુરત જીલ્લા મા એક ઘટના સામે આવી હતી જેમાં એક યુવક ની લાશ પાણી ની ટાંકી માથી મળી આવી હતી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં આ ઘટના બનતા ચકચાર મચી ગયો હતો. આ ઘટના નો જાણ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મહામુસીબતે મૃતદેહ ને બહાર કઢાયો હતો અને પોલીસે પ્રાથમીક તપાસ કરતા માલુમ પડયું હતુ કે યુવકે આપઘાત કર્યો છે. આ અંગે પોલીસે આપઘાતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટના મા મૃતક યુવક રાજુભાઈ બોઘાણી 5 સપ્ટેમ્બરથી ગુમ હતો, આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પરિવાર યુવાનને છેલ્લા 13 દિવસથી શોધી રહ્યા હતા. પરંતુ જયારે ઘર ના છત પર રાખેલી ટાંકી માથી આજે સવારે દુરગંધ આપાતા પરીવાર ના સભ્યો એ જઈ ને જોયુ તો પરીવાર ના સભ્યો ચોકી ગયા હતા કેમકે રાજુભાઈ નો મૃતદેહ તેમાથી મળી આવ્યો હતો.

ટાંકી નુ ઢાકણુ નાનુ હોવાથી ટાંકી કાપીને મહામુસીબતે પોલીસે સ્થાનીક લોકો ની મદદ થી મૃતદેહ બહાર કઢાયો હતો. અને પોલીસે ગુનો નોંધી મૃતદેહ ને પી.એમ માટે મોકલ્યો હતો. મૃતક યુવાન મઢી ગામના બજારમાં રાજ ઈલ્ક્ટ્રીક નામની મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવતો હતો 5 સપ્ટેમ્બરે બપોરે 2.45 કલાકે કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગયો હતો. ત્યાર બાદ પોલીસ અને પરવારે 13 દિવસ સુધી શોધખોળ કર્યા બાદ ટાંકી મા મૃત હાલત મા મળી આવતા પરીવાર મા આઘાત છવાઈ ગયો હતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *