Gujarat

સ્વર્ગસ્થ SP કેસરીસિંહ ભાટીનાં દીકરા એ પિતાનું સપનું પૂર્ણ કર્યું! ન્યુયોર્કમાં મેળવી અનોખી સિદ્ધિ…

આપણે જાણીએ છે કે, આજે વિશ્વમાં વિદેશની ધરતીઓ પર ગુજરાતીઓ રાજ કરી રહ્યા છે. અનેક વિદેશની ધરતી પર મીની ગુજરાતી વસાવી લીધું છે. આજે અમે આપને એક ગૌરવવંતી વાત કરીશું. ગુજરાતના સ્વર્ગસ્થ IPS કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું અને વલસાડ જિલ્લાનું વિશ્વ ફલક પર નામ રોશન કર્યું છે.આ સરહાનીય ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ.

હાલમાં જ ગુજરાત પોલીસ ખાતામાં પ્રશંસનીય ફરજ બજાવનાર આઇપીએસ ઓફિસર તરીકે વલસાડ જિલ્લામાં SP તરીકે ફરજ બજાવી ચૂકેલા સ્વ- કેસરીસિંહ ભાટીને મરણોત્તર ચંદ્રક રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગત મહિને એનાયત કરવામાં આવેલ છે.સ્વ કેસરીસિંહ વર્ષ 1996 થી 1999 સુધી વલસાડમાં વિભાગીય પોલીસ વડા હતા ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો વ્યવસ્થા સંભાળી હતી. બાદમાં તેમની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બઢતી થઈ હતી જ્યાં ફરજ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. સ્વ. કેસરીસિંહ ભાટીના ધર્મપત્ની નિપાબા ભાટીએ સ્વીકાર્યો હતો..

આમ પણ કહેવાય છે ને કે, મોરના ઇંડાને ચીતરવા ન પડે.સ્વ કેસરીસિંહ એ ગુજરાતમાં સેવા કરી જીવનભર પરંતુ તેમનો પુત્ર જયદેવસિંહ ભાટી આજે વિશ્વની સૌથી મોટી અને ચુનંદા પોલીસ ફોર્સ ગણાતી અમેરિકાના ન્યૂયોર્ક પોલીસ ફોર્સમાં પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવીન સ્વર્ગસ્થ પિતાનું સપનું સાકાર કરીને સમગ્ર વિશ્વમાં માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે.

જયદેવસિંહ વિશે જાણીએ તેમણે ધો.12 સુધીનો અભ્યાસ અમદાવાદની સત્વ વિકાસ સ્કૂલમાં કર્યો હતો. પિતાની પોલીસ ખાતામાં ટ્રાન્સફરેબલ જોબ હોવાથી તે પહેલાનો અભ્યાસ સુરત અને બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ન્યુયોર્કમાં કરી અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિએટની ડીગ્રી હાંસલ કર્યા બાદ સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી હતી.

જેમાં સફળતાપૂર્વક ઉર્તીણ થયા બાદ તેમને પોલીસ ઓફિસર તરીકે ન્યુયોર્ક શહેરમાં નિમણૂક મળી છે. ભારતમાં પીએસઆઇની સમકક્ષ ગણાતા પોલીસ ઓફિસરના પદ ઉપર જયદેવસિંહ ભાટી શરૂઆતના છ માસ દરમિયાન ન્યુયોર્ક શહેરના ચાર પોલીસ મથકોમાં તેમના ઉપરી અધિકારી સાર્જન્ટ અને લ્યુટેન્ટના હાથ નીચે તાલીમી અધિકારી તરીકેનો અનુભવ લેશે. ત્યારબાદ તેમની ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ કરાશે. ખરેખર આજે વિશ્વ  ફ્લકે ગુજરાતીઓ ગુજરાતનું માન સન્નમાન વધારી રહ્યા છે. એક સમય એવો આવશે કે મોટેભાગે વિદેશની ઘરતી પર ગુજરાતીઓનું રાજ હશે તો નવાઈ નહિ કારણ કે બ્રીટનનાં પ્રધાનમંત્રીનાં પદ માટે એક ગુજરાતી પસંદ થવાના એંધાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!