હૃદય કંપી જાય તેવી ઘટના ! સ્યુસાઈડ નોટ વાંચી આંસુ આવી જશે

ઘણી વાર માનવી એવુ કરી નાખે છે જે વિચારવું પણ અઘરુ છે મધ્ય પ્રદેશ મા એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સિવીલ એન્જિનિયરે પોતાના બે સંતાનો ના કટર થી ગળા કાપી નાખ્યા બાદ પોતે અને પોનાની પત્ની એ ઝેર પી લીધુ હતુ.

જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના ભોપાલ શહેર ના મિહરોદ મા એક અજીબ ઘટના ઘટી હતી જેમાં એક હસતો ખેલતો પરીવાર પળભર મા વિખરાયો હતો આ ઘટના મા સિવીલ એન્જીનીયર રવિ ઠાકરે ઉ.વ 55 ને પોતાના પુત્ર ચિરાગ અને ગુંજન નુ ટાઈલ્સ કટર થી ગળુ કાપી નાખ્યુ હતુ બાદ મા તેની પત્ની રંજના ઠાકરે સાથે ઝેરી દવા પી લીધી હતી. ત્યાર બાદ શનિવારે સવારે 7 વાગ્યે ઝેર ખાધા પછી રંજના પડોશી અજય અરોરાના ઘરે પહોંચી. અજયને તેમણે પૂરી કહાની બતાવી. અજયે આ સાંભળ્યા પછી તાત્કાલિક પોલીસને સૂચના કરી છે.

પોલીસ ને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં જોયુ તો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને જોયું તો રૂમમાં રવિ બેભાન પડ્યા હતા. તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. એ પછી રંજના પણ બેભાન થઈ પડી ગઈ હતી. ચિરાગ અને ગુંજન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પોલીસે ચારેયને તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યાં, જ્યાં ડોક્ટરોએ રવિ અને ચિરાગને મૃત જાહેર કર્યા અને ગુંજન અને રંજનાની સ્થિતિ હજી પણ ગંભીર છે.

પોલીસ તપાસ મા એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખ્યુ હતુ કે. હું રવિ ઠાકરે, રંજના ઠાકરે, પોતાના પુત્ર ચિરાગ ઠાકરે અને પુત્રી ગુંજન ઠાકરે સાથે માનસિક કષ્ટો સાથે ઘણા વર્ષોથી જીવનનિર્વાહ કરી રહ્યા હતા, પરંતુ હવે અમે આર્થિક તંગી સાથે જીવવા અસમર્થન છીએ. અમારી પાસે કોઈ નોકરી નથી અને કોઈ પ્રોપર્ટી પણ બચી નથી. બાળકોને અન્ય કોઈ સગવડ આપી શકતા નથી. અમારી જેમ તેમનું પણ ભવિષ્ય અંધારામાં છે.

મારી પત્ની માનસિક રૂપે બિમાર છે અને તેનુ દિમાગ કામ કરવાનું બંધ થઈ ગયું છે. મારા ઘરડા સાસુ-સસરાએ અમારા માટે ઘણુ કર્યુ છે. અમારુ એક મકાન સ્ટેટ બેન્ક પાસે ગિરવી છે, અને અમે તેમા હપતા ભરવા હવે અસમર્થ છીએ. 17 લાખ રૂપિયા લોન પર લીધા હતા જેમા અમે 3 લાખ અને 8 વર્ષના હપતા જમા કરાવી ચૂક્યા છે, પરંતુ હજી પણ મકાન નથી મળ્યું. આશરે 10 લાખ લોન બાકી છે.

બિંદુ અને વૈષ્ણવી મને એલએન માલવીયા કન્સલ્ટેન્સીથી 3 મહિનાનું વેતન મળ્યું નથી. જે કાઈ પણ બચ્યું છે, જે મળવા પાત્ર છે. અમે કોરો ચેક સાઈન કરી રહ્યા છે. તે તેમને કોઈપણ પ્રકારે આપી દેજો, જેથી બંને છોકરીઓના લગ્ન થઈ શકે. બેન્ક કોઈ અડચણ ઉભી ન કરે. આમ સુસાઈડ નોટમાં તેમણે દરેક પાસે માફી માંગી છે અને પોતે આ પગલુ ભર્યુ તેની પાછળનું કરુણ કારણ લોકો સમક્ષ રજૂ કર્યુ છે.

આમ આ પરીવાર આર્થિક સંકડામણ હોય તના આવુ પગલુ ભર્યુ હતુ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *