Sports

ક્રિકેટ જગત મા સન્નાટો ! આ મહાન ક્રિકેટર દુનીયા ને અલવિદા કહી દીધુ

ક્રીકેટ જગત માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે આજે સવારે એક ભુતપુર્વ ક્રીકેટ યશપાલ શર્મા નુ અચાનક નીધન થયુ છે. યશપાલ શર્મા 1983માં જ્યારે ભારત પહેલીવાર વિશ્વકપ જીત્યુ ત્યારની ટીમમાં તેમનું સ્થાન હતું અને એ ટીમમાં તેમણે એક મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર પછી ખેલજગતમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે

મળતી માહિતી અનુસાર યશપાલ શર્માનું આજે સવારે હાર્ટ-અટેકના કારણે નિધન થયું છે. યશપાલ શર્મા એ 1978 થી 1985 સુધી ભારતીય ટીમ મા મહત્વ નો ભાગ ભજવ્યો હતો. અને તેવો એક સફળ બેટ્સમેન રહી ચુક્યા છે તેવો એ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 34ની એવરેજથી 1606 રન બનાવ્યા હતા અને 42 વન-ડેમાં યશપાલ શર્માએ 883 રન બનાવ્યા હતા. અને 1983 મા પણ વિશ્વવિજેતા ટીમ મા તેવો હતા.

યશપાલ શર્મા એ 1983 ના વિશ્વકપ મા આખી સીરીઝ મા મહત્વ નો ભાગ ભજવ્યો હતો અને વેસ્ટ ઈન્ડીઝ સામે 89 રન બનાવ્યા હતા તથા ઈંગ્લેન્ડ સામે ની સેમી ફાઇનલ મેચ મા 61 રન ની મહત્વ ની પારી રમી હતી. આમ યશપાલ શર્મા ના અચાનક નીધન થી ક્રિકેટ જગત મા શોક નુ મોજુ ફરીવળયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!