Gujarat

સોના ના ભાવ મા ધરખમ ઘટાડો ! જાણો આજનો સોના નો ભાવ

કોરોના કાળ મા લગ્ન ની સીઝન ફેલ ગઈ હોવાથી બજાર મા સતત મંદી જોવા મળી રહી છે. અને સોના ના ભાવ મા પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ જો તમે સોનુ ખરીદવા નુ વિચારી રહ્યા હોય તો આજેના સારી તક છે તેમ કહી શકાય.આપને જણાવી રહીએ કે ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર આજે 22 કરેટે સોનાના ભાવ 46, 710 રુપિયા 10 ગ્રામ પર આવ્યું છે. આ ઉપરાંત જો ચાંદીની વાત કરીએ તો આના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

જો 24 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો આ દિલ્હીમાં 50, 850 રુપિયા, મુંબઈમાં 47, 710 રુપિયા ચેન્નાઈમાં 49, 170 રુપિયા અને કોલક્તામાં આ દર 50, 070 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. અને જો અલગ અલગ શહેર ની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કીંમત મુંબઈમાં 46, 710 રુપિયા પ્રતિ 10 ગ્રામ, ચેન્નાઈ અને કોલકત્તામાં 45, 070 રુપિયા તથા 47, 370 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હી મા 46, 800 રુપીયા છે.

આમ સોના ના ભાવ મા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી નો ભાવ જોઈએ તો દિલ્હીમાં 69,100 રુપિયા પ્રતિ 1 કિલોગ્રામ છે. મુંબઈમાં 69,100 રુપિયા પ્રતિ 1 કિલોગ્રામ છે. ચેન્નાઈમાં 73,800 રુપિયા પ્રતિ 1 કિલોગ્રામ છે. કોલક્તામાં 69,100 રુપિયા પ્રતિ 1 કિલોગ્રામ છે. તો હાલ સોના અને ચાંદી ની ખરીદી કરવી ફાયદાકરક છે તેવુ નિષ્ણાંતો નુ માનવુ છે આગામી દિવસો મા ભાવ વધે તેવી શક્યતા ઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!