પતિની નજર સામે જ પત્ની આગમાં બળીને ભડથું થઈ ગઈ! અંબાજીના દર્શન કરીને પરત ફરતા બની આ ઘટના..

કહેવાય છે ને કે કાળ ક્યારેય પૂછીને નથી આવતો! હાલમાં જ એક એવી ઘટના બની કે, તમારી આંખોમાંથી આંસુઓ વહેવા લાગશે. પોતાના સ્વજનો ને ગુમાવવાનું દુઃખ એ વ્યક્તિ જાણે જેને પોતાના ગુમાવ્યા હોય. આજે આપણે એક એવી ઘટના ની વાત કરવાના છીએ જેમાં પતિ એ પોતાની પત્નીને નજરોની સમક્ષ બળતા જોય અને તે કશું કરી પણ ન શક્યો. કહેવાય છે ને જીવ ક્યારેય ખોરુડું છોડીને જતો રહે ખબર જ ન પડે.

આપણે દેવ દર્શન જતા હોય ને કોઈ આકસ્મિક ઘટના બને તો સ્વભાવીક છે કે આવું ક્યારેક ઘટી જાય કારણ કે એ રીતે જ આપણું મુત્યુ લખાયેલું હોય છે.માણસા તાલુકાના રંગપુર ગામનું દંપતી રવિવારે કારમાં અંબાજી દર્શનાર્થે આવ્યું હતુ અને માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે હડાદ નજીક અચાનક કારમાં આગ લાગતાં કારમાં પતિની નજર સામે પત્ની બળીને ભડથું થઇ જતાં જીવ ગુમાવ્યો હતો. આ ઘટના દરમિયાન બન્યું એવુ કેપતિ કારમાંથી બહાર નીકળી ગયા પરંતુ હાથ, મોં અને પગે ગંભીર રીતે દાઝ્યા હતા.

આ ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અંબાજી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ હડાદ પોલીસને થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરતું આ ઘટનામાં પત્નીને ગુમાવતા પતીનું હૈયું દ્રવી ઉઠયુ હતું અને ખરેખર પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *