Religious

10 જુન એ સુર્ય ગ્રહણ, કઈ રાશિ પર કેવી પડશે અસર જાણો

10 જુન ના રોજ મોટી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જેમાં અનેક લોકો ને રસ છે અને જ્યોતીષ શાસ્ત્ર એ પણ રસ લીધો છે. 10 જુન એ જે સૂર્ય ગ્રહણ થવાનુ છે તેને રીંગ ઓફ ફાયર કહેવામાં આવી રહ્યુ છે. ચંદ્ર ની પાછળ સૂર્ય ઢંકાયેલા જોવા મળશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ખગોળીય ઘટના અમાવાસ્ય તિથિ પર થાય છે. આ વખતે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 10 જૂન, ગુરુવારે થશે. જે બપોરે 1:42 વાગ્યે શરૂ થશે અને સાંજે 06:41 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણનો કુલ સમયગાળો લગભગ પાંચ કલાકનો રહેશે.

આ પાંચ સમયગાળા દરમ્યાન સૌને આ સૂર્ય ગ્રહણ જોવાની ઉત્સુખતા હશે પરંતુ આ ગ્રહણ પાછળ રહેલુ ધાર્મિક મહત્વ પણ આપણે જાણવું જરુરી છે તો ચાલો જોઈએ કે કઈ રાશિ પર કેવી અસર રહેશે અને કોનુ ભાગ્ય બદલાઈ જશે.

આ વખતે જ્યેષ્ઠા અમાવસ્યા પર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ મૃગાશીરા નક્ષત્ર અને વૃષભમાં થવાનું છે. શનિ જયંતિની સાથે વટ સાવિત્રી વ્રત પણ તે જ દિવસે ઉજવવામાં આવશે.

જો રાશિ પર પ્રભાવ ની વાત કરે તો સિંહ અને તુલા રાશિ પર આ સૂર્ય ગ્રહણ નો મોટો પ્રભાવ પડશે જે ખાસ કરી ને ધંધાર્થી વર્ગ ને અસર કરશે અને ખુબ મોટો લાભ થય શકે છે આ ઉપરાંત 10 જુન પછી ના દિવસો ખાસ રહેશે પણ સાથે દાન કરવું જરુરી છે ખાસ કરી ના ગાય ને એક રોટલી રોજ આપવી.

અન્ય રાશિ ની વાત કરીએ તો કુંભ અને મકર રાશિ ના જાતકૉ ને 10 જુન પછી ના દિવસો એ ખાસ સંભાળી ને રહેવુ મોટી બીમારી ના મા આવી શકો છો અને નાણા ની લેતીદેતી મા ખાસ સાવધાની રાખવી જરુરી છે. જો આમ ના કરવામાં આવે તો મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!