તારક મહેતા કા ઊલટા ચશ્માં શો ની વધુ એક કલાકાર શો છોડી રહી છે ? જાણો શુ છે હકીકત
ગુજરાત નો અને ભારત નો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઊલટા ચશ્માં હાલ ખુબ ચર્ચા મા ચાલી રહ્યો છે ખાસ કરી ને દયાબેન શો મા પરત ફરશે કે નહી તેની ખુબ અટકળો લાગી રહી છે આ બધા ની વચ્ચે હાલ એક એવી અફવા પણ ઉડી છે કે આ શો ની વધુ એક અભીનેત્રી શો ને છોડી રહી છે.
હાલ ઘણા અહેવાલો સોશિયલ મીડિયા સામે આવી રહ્યા છે કે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં શ્રીમતી રોશન સિંઘ સોઢીની ભૂમિકા નિભાવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ પણ આ શો છોડી રહી છે. અહેવાલો અનુસાર, તેના શો છોડવાનું કારણ તેની પ્રેગનેન્સી છે. પરંતુ આ અટકળો ને જેનીફરે આ અહેવાલો ને ખોટા જણાવ્યા છે તેણે કહ્યુ કે તેણે કહ્યું કે ન તો તે ગર્ભવતી છે અને ન તો તે શો છોડી રહી છે. એક મીડિયા ચેનલ સાથે વાત કરતા, જેનિફરે કહ્યું કે, ‘ગઈકાલ રાતથી મને ઘણા મેસેજ મળી રહ્યાં છે કે મેં’ તારક મહેતા કા ઉલટા ચશ્મા શો છોડી દીધો છે. કેટલાક લોકો મને પૂછતા પણ છે કે શું હું ગર્ભવતી છું. પરંતુ સત્ય આ બધી બાબતોથી સંપૂર્ણપણે અલગ છે, છેલ્લા કેટલાક સમયથી મારી તબિયત સારી નથી.
આ ઉપરાંત તેણે જણાવ્યું હતુ કે તેમણે નિર્માતાઓને દમણના શેડ્યુલથી વિરામ લેવાની વિનંતી કરી હતી. અભિનેત્રીએ કહ્યું, ‘મારી પગની એડીમાં અતિશય દુખાવો થઇ રહ્યો છે, જેના કારણે મને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. હું ખૂબ જ સ્ટ્રોંગ દવાઓ લઇ રહી છું. તેણે કહ્યું હતું કે શોના નિર્માતાઓનો કોલ આવતાની સાથે જ તે શોમાં પરત ફરશે. જેનિફરે કહ્યું, ‘હું ટીમ સાથે સંકળાયેલી છું અને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. હું સમજી શકતી નથી કે લોકો તેમની પોતાની કલ્પનાઓના આધારે નિર્ણય લેતા હશે”
આપને જણાવી દઈએ કે રોશનસિંહ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી તારક મહેતા કા ઉલટા ચશ્માહનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.