Gujarat

ગુજરાતમાં એકસાથે 76 DYSPની બદલી કરી દેવાઈ ! જાણો કોને ક્યા? મુકાયા…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હાલમાં જ ગુજરાતમાં અધિકારીઓની બદલીઓનો દોર શરૂ જ છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ્યમાં એકસાથે 76 DYSPની બદલી કરી દેવાઈ છે. હવે આગામી સમયમાં IPS અધિકારીઓની બદલીઓનો પણ તખતો તૈયાર થઈ ગયો છે. આ બદલીઓને ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે.

ગૃહ વિભાગ દ્વારા રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે, આ બદલીમાં ખંભાળિયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી થઈ છે તેમજ બી.વી. પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી કરાઈ છે. અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે.

થોડા સમય પહેલા જ DYSPની બદલીઓ કરવામાં આવશે એવી વાતો વહેતી થઈ હતી. ઘણા સમયથી પેન્ડિંગ રહેલી આ બદલીઓ દિવાળીના સમયે થતા ઘણા પોલીસ અધિકારીઓને રાહત મળી છે. DIG સહિતના અધિકારીઓ એક જ જગ્યાએ ઘણા સમયથી ફરજ બજાવતા હોવાથી તેમની પણ ચૂંટણીલક્ષી બદલી આવવાની હતી, પરંતુ અનેક કાર્યક્રમોને કારણે તેમની બદલીઓ વારંવાર ટલ્લે ચડી છે.

ગુજરાત સરકારે શુક્રવારે આઇએએસ અધિકારીઓની બદલીઓના હુકમો કર્યા છે, જેમાં 2012ની બેચના આઇએએસ રમેશ મેરજાને માત્ર 9 દિવસમાં જ ભાવનગર કલેક્ટર પદેથી ખસેડીને ફરી અમદાવાદ મનપાના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરપદે મુકાયા છે, જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી ડીકે પારેખીને ભાવનગર કલેક્ટરપદે બદલી કરવામાં આવી છે.

ગત 12 ઓક્ટોબરે જ સરકારે જે 23 આઇએએસ અધિકારીઓની બદલી કરી હતી ત્યારે અમદાવાદ મ્યુનિ.ના ડેપ્યુટીપદેથી મેરજાને ખસેડીને ભાવનગર મુકાયા હતા, પરંતુ શુક્રવારે થયેલા ઓર્ડરમાં ગઈ બદલીનો હુકમ મેરજાના કિસ્સામાં રિવર્સ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!