95 વર્ષ ના દાદા ને ખજુરભાઈ એ 1 લાખ 61 હજાર રૂપીયા ની મદદ કરી
થોડા દિવસ પહેલા એક દાદા નુ મકાન બનાવ્યું હતુ. જેમનુ મકાન બનાવ્યું તવો કાનજીદાદા 95 વર્ષ છે અને એક ગાંધીવાદી અને પ્રમુખ સ્વામી સાથે પણ રહેલા છે. 4-5 દિવસ સતત મહેનત કરી ખજુરભાઈ ની ટીમ દાદા ના દિકરા અને ગામ લોકો ની મદદ થી દાદા નુ ઘર તૈયાર કરી ને દાદા નુ ઘરમા સ્વાગત કરાયુ હતુ.
ત્યાર બાદ ફરી ખજુરભાઈ એ વિડીઓ શેર કરી ને કીધું હતુ કે આપણા ગુજરાત મા મોટા ભાગ ના વડીલો ની હાલત સલામત નથી , કાનજી ભાઈ ના બે દીકરા છે શ્યામભાઈ અને ઘનશ્યામ ભાઈ રાજુલા મા રહે છે અને તેના બાપા ને સાચવતા નથી. અમે કાલે એમને ઘર બનાવી ને આપ્યુ અને આજે બાપા ની હાલત જોવો તમે…
જેમાં 95 વર્ષ ના દાદા નો વિડીઓ ખુજરભાઈ એ શેર કર્યો હતો અને વિડીઓ વધુ ને વધુ શેર કરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ આ આ મુદ્દો વધારે વકર્યો હતો અને પોલીસે દાદા ના મોટા દિકરી શ્યામભાઈ સામે કાર્યવાહી પણ કરી હતી.
ત્યાર બાદ આજે ફરી ખજુરભાઈ વીડીઓ બનાવી ને માહીતી આપી હતી કે.” છેલ્લા કેટલાક દીવસ ની મને હજારો મેસેજ અને કોલ આવ્યા છે દાદા નુ શુ થયુ ?? દાદા ની તબિયત કેવી છે ?? દાદા શુ કરશે ?? મને 200 થી 300 એન.જી.ઓ વાળા ના ફોન આવ્યા છે કે દાદા ને અમે રાખીશું પણ એવા તમામ લોકો ને હુ કહી દવ છુ કે દાદા એમના નાના દિકરા ઘનશ્યામભાઈ ના ઘરે આજીવન રહેવાના છે. એમના મોટાભાઈ ઘનશ્યામભાઈ એ જે ભુલ કરી છે તેમની સજા તેમને મળી ગઈ છે. અમે અમારી ટીમ તરફ થી ફુલ નહી તો ફુલ ની પાંખડી સ્વરૂપે એક લાખ ને એકસછ હજાર રુપીયા દાદા ને આપીએ છીએ..”
આ ઉપરાંત ખજુરભાઈ એ દાદા ને મદદ કરવામા માટે અપીલ પણ કરી હતી.