Gujarat

આપ ના મહીલા કોર્પોરેટર પાયલ સાકરીયા એ ફેસબુક લાઈવ કરી વેદના ઠાલવી! કીધુ કે હુ પણ પટેલ સમાજ ની દીકરી છુ…

આપ પાર્ટીએ પોતાની શક્તિનું પ્રદર્શન સુરત શહેરમાં બતાવ્યું અને બસ ત્યારથી તેઓ ગુજરાતમાં પોતાની સરકાર બનવાના સપનાને પ્રબળ ગણાવે છે. આપણે જાણીએ છે કે નગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીએ 40થી વધારે સીટો મેળવી હતી. સુરત શહેરમાં અનેક ઉમેદવારો આપ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયેલ. જેમાં અનેક યુવા ઉમેદવારો પણ સામેલ હતા. જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું, ત્યારે વોર્ડ નં. ૧૬માંથી વિજેતા થયેલ પાયલ સાકરીયા ખૂબ જ ચર્ચામાં આવી હતી.

હાલમાં સોશીયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે. પાયલનાજૂના વીડિયોના ફૂટેજ સાથે સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવતા તેમણે આજે પોલીસ ફરિયાદ માટે પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાબતે સાઈબર પોલીસ સહિત પોલીસ વિભાગે યોગ્ય ધ્યાન ન આપ્યું હતું. જેથી કરીને
નગરસેવિકાએ ફેસબૂક પર પોતાનું નિવેદન જારી કરી એમને બદનામ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

 

પાયલ એ લાઈવ થઈને પોતાના નિવેદનમાં કહ્યું કે, જો ન્યાય નહીં મળે તો વડા પ્રધાન મોદી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યક્રમોમાં પણ પ્રદર્શન કરશે. આ ઘટના અંગે વધારે વિગતવાર માહિતી જાણીએ તો પાયલ સાકરિયા ફિલ્મમાં પણ કામ કરી છે અને અન્ય કાર્યક્રમોમાં પણ આવ્યા હતાં. ત્યારે એમના આ કાર્યક્રમોના શુટિંગ દરમિયાનના કેટલાક જૂના ફોટાઓ ફેસબૂક પર મૂકીને એની નીચે કેટલાક લોકોએ અશ્લીલ તસવીરો સાથે કોમેન્ટ કરી હતી

આ ઘટના બાબતે પાયલ સાકરિયાએ પોલીસ કમિશનરને ફરિયાદ આપવા ગયા હતાં ઘણી આનાકાની બાદ તેમની અરજી લેવામાં આવી હતી અને એમણે પુણા પોલીસ મથકમાં પણ ફરિયાદ આપવા પ્રયાસ કર્યો હતો. પાયલે પોતાના લાઈવના આપવીતી જણાવી હતી કે, દોઢ વર્ષ પહેલાં હું રાજકારણમાં આવી હતી. અને હાલમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે કેટલાક તત્વો દ્વારા મારા જૂના ફોટાઓ વાયરલ કરીને એના પર અશ્લીલ કોમેન્ટ થઈ રહી છે. આ કામમાં ભાજપના આઈટી સેલ સાથે સંકળાયેલા લોકોનું છે.

આ લોકો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને હર્ષભાઈ સંઘવીના નજીકના કાર્યકરો છે જેઓએ આ કૃત્ય કર્યું છે. પાયલે આક્રોશ પૂર્વક જણાવ્યું છે કે, નારી સમ્માનની વાતો કરનારાઓ જ નારીનું અપમાન કરી રહ્યા છે. એમને જણાવ્યું છે કે, આવી અશ્લીલ કોમેન્ટ સી.આર. પાટીલના દીકરી વિશે થઈ હોત તો એમની શું પ્રતિક્રિયા હોત? પાયલે આ સમગ્ર ઘટના બાબત પોતાની ફરિયાદ લેવામાં આવે અને પોસ્ટ મૂકનારા તત્વો સામે કાર્યવાહી થાય તેવી માગ કરી છે. અને એમને ન્યાય નહીં મળે તો વડા પ્રધાન મોદીના કોઈ કાર્યક્રમ યોજાય કે સી.આર. પાટીલ, હર્ષ સંઘવીના કાર્યક્રમમાં પણ ન્યાય માટે પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!