EntertainmentViral video

નાના નિર્મલ ની મોટી વાત ! ચુંટણી બાબતે જે કહ્યુ એ સાંભળી તમે પણ આ બાળક સાથે સહતમ થશો…જુઓ વિડીઓ

હાલમાં ગુજરાતમાં રંગેચંગે વિધાનસભાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે, ત્યારે હાલમાં સૌ કોઈ ચૂંટણી અંગે પોતાના પ્રતિભાવો અને મંતવ્યો રજૂ કરી રહ્યા છે, ત્યારે સોશીયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમેં પણ વિચારમાં પડી જશે. વાત જાણે એમ છે કે, બનાસકાંઠાના નાનકડા નિર્મલ દેસાઈ નામના બાળકનો ચૂંટણી અંગે એવા વિચારો રજૂ કર્યા છે કે તમે પણ ચોંકી જશો. આ બાળકનો LRD ભરતી વખતે પણ વીડિયો સામે આવ્યો હતો.

ચૂંટણી અંગેનો આ વીડિયો ખૂબ જ માહિતીપૂર્ણ અને સમજદારીનો છે. નિર્મલ નામના આ બાળકે વીડિયોમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં આવી રહી છે, ત્યારે મારી વિનંતી છે કે, ચૂંટણીના સમયમાં ભાવનામાં આવી જઈને ફરીયા કે ગામમાં કોઈ સાથે સંબંધ બગાડવો નહીં, કે વાદવિવાદમાં ઉતરવું નહીં. કારણ કે, ચૂંટણીઓ તો કાલે જતી રહેશે પરંતુ આપણે તો ગામમાં સાથે રહેવાનું છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, કેટલાક નેતા પોતાના સ્વાર્થ પક્ષ બદલી નાખે છે અને કેટલાંક નેતાઓ ભેગા થઈ જાય છે. જે નેતા માટે આપણે વાદવિવાદ કરતા હોઈએ છીએ, તે નેતાઓ સાંજે ભેગા બેસીને જમતા હોય છે. આપણા, ગામ, ફળિયા, વિસ્તાર કે દેશમાં અલગ અલગ મતવાળા લોકો રહી રહ્યા છે, આથી તમામનો સ્વીકાર કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર પણ જોઈ વિચારીને પોસ્ટ કે કોમેન્ટ્સ કરવી જોઈએ, નહીતર પોલીસની મહેમાનગતિ કરવાનો વારો આવી જશે.

આ વીડિયો પાછળનો એક માત્ર હેતુ મતદાતાઓને જાગૃત કરવાનો અને નેતાનો ટકોર આપવાનો હતો. આ વિડીયોના માધ્યમથી તેમને લોકોને અપીલ કરી છે અને પોતાના માટે કામ કરે તેવા ન હોવા જોઈએ પરંતુ દેશ અને સમાજ માટે કામ કરે તેવા હોવા જોઈએ. એવું જનતાને કહ્યું હતું .આ સાથે જ લોકોને અપીલ કરતા કહ્યું કે, લોકોએ ચૂંટણીમાં મતદાન જરૂરથી કરવું જોઈએ. આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!