Gujarat

કવિરાજના જીવનની દુઃખદ ઘડી! કવિરાજ અંતિમ યાત્રામાં ચોધારા આંસુએ રડી પડ્યા, આ ખાસ વ્યક્તિએ લીધી વિદાય….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હાલમાં સોશીયલ મીડિયામાં એક ખૂબ જ દુઃખદાયી ઘટના વાયરલ થઈ છે. કહેવાય છે ને કે વ્યક્તિનાં જીવનમાં જ્યારે દુઃખ આવે છે, ત્યારે કોઈપણ કઠોર વ્યક્તિ પણ લાગણીશીલ બની જાય છે. જીગ્નેશ બારોટનાં ખૂબ જ નજીક વ્યક્તિનું મુત્યુ થતા તેઓ ખૂબ જ ભાવુક બન્યા હતા.

આપણે જાણીએ છે કે, કવિરાજનાં પ્રોગ્રામમાં અનેક સાથી કલાકારો તેમની સાથે રહે છે. ત્યારે હાલમાં જ જીગ્નેશ કવિરાજના પોતાના ખાસ સાથી મિત્રનું મૃત્યુ થઇ જતા તેઓ ખૂબ જ ભાવુક બન્યા હતા. આ મિત્ર વિશે જાણીએ તો, આ વ્યક્તિનું આકાશ હતું અને તે જીગ્નેશ સાથે ઢોલ વગાડવામાં હંમેશા સાથે જ રહેતા. આકાશનું દુઃખદ મૃત્યુ થઇ જતા જીગ્નેશ કવિરાજ ભાવુક થઈને ભીની આંખે રડી પડ્યા હતા.

આકાશના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ તેઓ તાત્કાલિક જ આકાશના ઘરે પહોંચ્યા હતા અને આકાશના મૃતદેહને જોઈને રડી પડ્યા હતા. આકાશના મુત્યુનું દુઃખ તેઓ સહન કરી શક્યા ન હતા કારણ કે તેમને એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું હતું. જીગ્નેશ કવિરાજ આકાશભાઈની અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા.

આ દુઃખદાયી ઘટના બહુ સમય પહેલા જ ઘટી હતી પરંતુ આ દ્રશ્યો જોઈને એ તો ખ્યાલ આવી જ ગયો કે જીગ્નેશભાઈ પોતાના સાથી કલાકારોને પણ પોતાના મિત્ર અને પરિવારનાં સભ્ય તરીકે જ માને છે અને તેમની પ્રત્યે પણ અપાર પ્રેમ અને લાગણી રાખે છે. આ દ્રશ્યો જોઈને તમારી આંખ પણ અચૂક ભીની થઇ જાય.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!