મોરબી : ભયંકર અકસ્માત મા કાર મા બેઠેલા પાંચ લોકો ના મોત થતા અરેરાટી મચી ગઈ
હાલ જ એક ખુબ દુખ દ સમાચાર મળી રહ્યા છે જેમા મોરબી મા એક મોટી અકસ્માત ની ઘટના બની છે જેમા ગઈ કાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા કાર ટ્રક ના પાંછળ ના ભાગ મા ઘુસી જતા કાર નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કાર મા સવાર પાંચ લોકો ના કરુણ મોત નીપજ્યા હતા.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોરબી પાસે માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયે બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા કાર ચાલકે સામે થી આવતા બાઈક ચાલક ને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો જેના કારણે કાર ચાલકે સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવ્યો હતો અને આગળ પાર્ક કરેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા કાર મા સવાર પાંચ લોકો ના મોત થયા હતા.
આ ઘટના ની જાણ થતા પોલીસને થતા ની સાથે જ પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ તપાસ મા જાણવા મળ્યુ હતું કે કારચાલક તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને બુધવારે 9.30 વાગ્યા આસપાસ યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં.
ત્યારે 10 વાગ્યા ના અરસા મા મોરબી- માળિયા હાઈવે પર આ ગંભીર અકસ્માત ની ઘટના બની હતી જેમાં આનંદસિંઘ શેખાવત, અશોક બિલારા, તરાચંદ બિલારા, વિજેન્દ્રસિંઘ મુનિમ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર ના કરુણ મોત નીપજ્યા હતા. બનાવ બનતા ની સાથે જ લોકો ના ટોળા ઉમટી પડયા હતા અને એક સાથે પાંચ લોકો ના જીવ જતા કરુણ દૃશયો સર્જાયા હતા અને સમગ્ર પંથક મા અરેરાટી મચી ગઈ હતી.