હોમગાર્ડ જવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો ! આપઘાત નુ કારણ..

હાલમાં જ્યાં જુઓ ત્યાં આપઘાતનાં બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના ઘટી છે. આ જોઈને કોઈનું પણ હ્દય દ્રવી ઉઠશે. ખરેખર આ ઘટના ખૂબ જ આશ્ર્ચર્ય જનક છે. વાત જાણે એમ છે કે,વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા રામદેવનગરમાં રહેતા અને હોમગાર્ડમાં નોકરી કરતા યુવાને મંગળવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી.

ખરેખર વાત જાણે એમ હતી કે, હોમગાર્ડ જવાન હોમગાર્ડની ઓફિસમાં કોમ્પ્યુટર પર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હોમગાર્ડ જવાનની આત્મહત્યાનું રહસ્ય અકબંધ છે. આ ઘટના થી પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું.વડોદરાના આજવા રોડ રામદેવનગરમાં રહેતા મિતેષ રોહિત(ઉ.25) હોમગાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી નોકરી કરતો હતો. મોડી રાતે પરિવારજનો નિંદ્રાધીન હતાં.

આ જ સમયે તેને ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે પરિવારજનોને મિતેષને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં ચોંકી ઊઠયા હતા. દરમિયાન પરિવારજનોના આક્રંદનો અવાજ સાભળીને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

આ ઘટના નાં લીધે ચારોટરફ અરેરાટી વ્યાપી હતી.અને આ ઘટના કોઈ સામાન્ય ન હતી. રામદેવનગરમાં ચકચાર જગાવનાર આ બનાવમાં મિતેષે કયા કારણોસર આપઘાત કરી લીધો તે રહસ્ય છે. મિતેશને પરિવાર કે નોકરી પર કોઇ દબાણ ન હતું. તેમ છતાં તેણે કયા કારણોસર આપઘાત કરી લીધો તે તપાસનો વિષય છે. રામદેવનગરમાં ગમગીની પોલીસે હાલ આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.ભગવાન મૃતક ની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *