ગંભીર અકસ્માતમા મા અને દિકરા નુ એક સાથે મોત થયુ , પરીવાર મહાદેવ ના દર્શને જઈ રહ્યો હતો
મધ્ય પ્રદેશ મા એક ભયંકર અકસ્માત મા રાજસ્થાન ના ત્રણ લોકો ના કરુણ મોત થયા હતા. જયારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત નો ભોગ બનેલા તમામ લોક રાજસ્થાન ના નિંબાહેડા ગામ ના હતા અને તેવો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શન માટે જઈ રહ્યા હતા. ડ્રાઇવરને 3.15 વાગ્યે ઉંઘ નુ જોકુ આવી ગયું હતુ. જેના કારણે ઇકો વાન અનિયંત્રિત રીતે પલટી ગઇ હતી. અને ગંભીર અકસ્માત થયો હતો.
ઘટના સ્થળે પહોંચેલા ટોલ પ્લાઝા એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ, બડનાવરમાં લાવવામાં આવ્યા છે. કારમાં 6 બાળકો સહિત 13 લોકો હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેની સારવાર ચાલુ છે. ત્રણ લોકોની હાલત નાજુક છે અને તેમને રતલામ ખસેડવા મા કરવામાં આવ્યા છે.
ટીઆઈના અહેવાલ મુજબ , આ અકસ્માતમાં 45 વર્ષીય કિશોર, 12 વર્ષીય કમલ અને 40 વર્ષીય રામકન્યાનું મોત થયું છે. આ સિવાય 17 વર્ષીય અનુ, 40 વર્ષીય ગુડ્ડીબાઈ અને 45 વર્ષીય કૌશલ્યાને પ્રાથમિક સારવાર બાદ રતલામ રીફર કરવામાં આવ્યા છે.
ધાર કલેક્ટર આલોક સિંહ જણાવ્યું હતુ કે પરીવાર ઓમકારેશ્વરની ના દર્શને કરવા જઇ રહ્યો હતો. દરમિયાન, બડનાવર નજીક હાઇવે પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, કાર્યવાહી બાદ ટૂંક સમયમાં મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે. આ સિવાય અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવામાં આવી છે.