Gujarat

અમદાવાદમાં વરસાદી માહોલ ફરી જામ્યો! આગામી પાંચ દિવસ…

ભાદરવા મા અનેક જીલ્લા ઓ મા વરસાદ વરસી રહયો છે ત્યારે ગઈ કાલે એટલે કે સોમવારે અમદાવાદ મા વિજળીઓ ના કડાકા સાથે અનેક વિસ્તારો મા વરસાદ વરસ્યો હતો. જેમા એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલમાં વીજળીના ભયંકર અવાજ સાથે વરસાદ વરસી રહ્યો છે.

વરસાદ પડતા ની સાથે જ અનેક વિસ્તારો મા પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. ખાસ કરી ને ઓઢવ અને વિરાટનગરમાં સોમવારે સાંજ સુધીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.આ અંગે હવામાન વિભાગે અમદાવાદમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

આ ઉપરાંત જો રાજ્ય મા વરસાદ ની આગાહીની વાત કરીએ તો આગામી 24 કલાંક વરસાદી વાતાવરણ રહેશે એમા પણ ખાસ કરી ને પંચમહાલ, મહીસાગર,નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની પણ આગાહીની શક્યતા છે.

અમદાવાદ મા જોઈએ એટલો વરસાદ વરસ્યો નથી પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા શહેરીજનો એ રાહત નો સ્વાસ લીધો હતો અને સોમવાર સુધીમા સરેરાશ 16.04 મિલીમીટર વરસાદ થતા મોસમનો અત્યાર સુધીમાં 23.62 ઇંચ વરસાદ વરસ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!