ખાનગી બસ ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત મા બે લોકો ના મોત જયારે 30 લોકો ને ઈજા…

ફરી એક ગમખ્વાર અકસ્માત ની ઘટના સામે આવી છે જેમા એક ટ્રક ના પાછળ ના ભાગમા એક લકઝરી ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જયારે 30 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ની ઘટના લીમડી- અમદાવાદ હાઈ વે પર થયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર લીમડી અમદાવાદ હાઈ પર કાનપર ગામ ના પાટીયા પાસે ખાનગી બસ કે જે મુંબઇથી પોરબંદર જઈ રહી હતીતે અને ટ્રક વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મા ટ્રક ના પાછળના ભાગમાં બસ ની ટક્કર થઈ હતી અને બસ મા રહેલ એક વ્યક્તિનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જયારે અન્ય એક યુવક નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ જયારે 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત ઝોન તરીકે ગણાતા લીમડી અમદાવાદ હાઈ વે પર અવારનવાર આવા અકસ્માતો ના બનાવો બનતા હોય છે. ત્યારે ફરી એક ગોજારા અકસ્માત મા બે લોકો ના જીવ ગયા છે. આ અકસ્માત ની જાણ થતા ની સાથે જ ઘટના સ્થળે 108 ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તો ને સારવાર માટે નજીક ની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બનતા ની સાથે જ લોકો ના ટોળા ઉમટી પડયા હતા અને હાઈ વે પર ગાડીઓ ની લાઈનો લાગી ગઈ હતી. જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *