Gujarat

શું ગુજરાતમાં માવઠું થશે ?અંબાલાલ પટેલે કરી ખેડૂતોની ઊંઘ ઉડાવી દેતી આગાહી, આ તારીખમાં રાજ્યમાં થઇ શકે વરસાદ…જાણો આગાહી

મિત્રો હવે ફક્ત દિવાળીને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે એવામાં આખા ગુજરાત રાજ્યમાં આ પાવન તહેવારની ખુબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવામાં તમને ખબર જ હશે કે હવે ધીરે ધીરે ઠંડીમાં પણ વધારે થતો જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોડી રાત્રીએ તથા વહેલી સવારમાં ઠંડીનો એહસાસ ધીરે ધીરે થતો જઈ રહ્યો છે, ઠંડી અંગેની હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલની પણ અનેક આગાહીઓ આવી ચૂકેલ છે.

અંબાલાલ પટેલે હાલ શિયાળાની નહીં પરંતુ કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે જે ખેડૂતો માટે ખરાબ સમાચાર ગણી શકાય કારણ કે કમોસમી વરસાદ પડવાની શક્યતાને લીધે ખેડૂતોને પાકને ભારે નુકશાન થઇ શકવાની સંભાવના સાધવામાં આવી રહી છે, અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હવાનું હળવું દબાણ થઇ શકે છે જેને લઈને નવેમ્બર માસની અંદર જ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આવનારી 14 થી લઈને 16 નવેમ્બર સુધી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરી છે જે સાચી પડશે કે નહિ તે આવનારા સમયની અંદર જ ખબર પડી જશે. અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વધુમાં જણાવ્યું છે કે ગીર સોમનાથ તથા સાસણ જેવા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

જો આવી રીતે કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોની શિયાળુ પાકને લઈને ભારે મુશ્કેલી ઉદભવી શકે છે, અંબાલાલ પટેલે શિયાળા અંગેની આગાહી અગાઉ કરી દીધેલ છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીના સમયમાં ગુજરાત રાજ્યમાં નોંધનીય ઠંડી નહીં પડે તેવું આગાહીમાં જણાવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!