Gujarat

ગુજરાત ના નાના એવા ગામ ની દીકરી ન્યાયાધીશ બધી ! પિતા એ શાકભાજી ની લારી ચલાવી ને દીકરી ને..

આજના સમયમાં દીકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે, ત્યારે હાલમાં જ ગુજરાતનાં નાના એવા ગામ ની દીકરી ન્યાયાધીશ બધી ! પિતા એ શાકભાજી ની લારી ચલાવી ને દીકરી ને ભણાવી ગણાવી અને દિકરી આજે પોતાના પિતાનું નામ રોશન કર્યું. આ પ્રેરણાદાયી ઘટના વિશે અમે આપને વિગતવાર માહિતી આપીએ.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના નાના એવા ગામની દીકરીએ ગૌરવ વધાર્યું છે. દીકરીએ મહેનત કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી પામી છે. પાર્વતી મોકરીયાના પરિવાર વિશે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં રહે છે. બ્રહ્મ સમાજમાંથી આવે છે. તેમના પિતા દેવરામભાઈ માત્ર બે ધોરણ ભણેલા છે, જ્યારે તેમની માતા ડાહીબેન નિરક્ષક છે.

પિતા દેવરામભાઈ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ખુબ ઓછી આવકમાં તેમની પુત્રીને ભણાવવાની સાથે તેમની દરેક જરૂરીયાતો પુરી કરી છે. આ સાથે બે ધોરણ ભણેલા પિતાની પુત્રીએ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બનીને ખંભાળિયા પંથક સાથે સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

પુત્રી પાર્વતી મોકરીયાએ જામનગર ખાતે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરી સાથે એડવોકેટ અનિલ મહેતાની ઓફિસમાં જુનિયર શીપ કરી હતી. પાર્વતીએ સખત પરિશ્રમ કરી અને બીમાર અવસ્થામાં પણ તેણે પરીક્ષા આપી અને સારૂ પરિણામ મેળવ્યું હતું. તે બાદ મુખ્ય પરીક્ષામાં બે પેપરો દરમિયાન હાથમાં ફોલ્લા હોવા છતાં પણ તે પીડા સહન કરી સાથે ફોલ્લો ફોડી અને લોહી નીકળતી આંગળી વચ્ચે તેણીએ પરીક્ષા આપી હતી.

આ સિદ્ધિ બદલ પાર્વતી મોકરીયા સાથે વાત કરતા તેણે વિદ્યાર્થીઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય માટે પ્રથમ ધ્યેય નક્કી કરો અને ધગશ સાથે મહેનત કરતા રહો. સાથે યોગ્ય પરિણામ માટે વિદ્યાર્થીઓને ધીરજ રાખવા પણ અપીલ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!