મુકેશ અંબાણી 5600 કરોડ રુપીઆ મા ખરીદી લેશે આ કંપની ! કંપની કરે છે એવું કામ કે જાણી ને તમે પણ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણી ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે દુબઇમાં આલીશાન વીલા ખરીધો છે. આપણે જાણીએ છે હાલમાં અનેક દેવસ્થાનોમાં અંબાણી પરિવારે કરોડો રૂપિયાનું દાન કર્યું તેમજ એક જૂની કોલ ડ્રિંક્સ કંપની પણ ખરીદી હતી અને હવે ફરી એકવાર મુકેશ અંબાણી 5600 કરોડ રુપીયામાં કંપની ખરીદી રહ્યા છે.અમે આપને વધુ જણાવીએ કે, આખરે અંબાણી કઈ કંપની લઈ રહ્યા છે.

હાલમાં જ જાણવા મળ્યું છે કે અંબાણીની કંપની ટોચ પર પહોંચી ગઈ છે, ત્યારે હાલમાં જ રિલાયન્સ રિટેલે ભારતમાં મેટ્રો કેશ એન્ડ કેરીનો બિઝનેસ ખરીદવા માટે 500 મિલિયન યુરોમાં ખરીદી શકે છે.  મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મેટ્રો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી અને ગયા અઠવાડિયે જર્મન કંપની રિલાયન્સ રિટેલના પ્રસ્તાવ પર સહમત થઈ છે.

મેટ્રો કેશ એન્ડ કેરી હાલમાં મેટ્રો હોલસેલ બ્રાન્ડ હેઠળ ભારતમાં 31 સ્ટોર્સ ચલાવે છે. મેટ્રો એજીએ વર્ષ 2003માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો પરંતુ હવે તે 19 વર્ષ બાદ હવે ભારતીય બજારમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે.આગામી સપ્તાહ સુધીમાં બંને કંપનીઓ વચ્ચે આધિકારીક સોદાની જાહેરાત થઈ શકે છે અને આ સોદો ભારતીય ચલણમાં અંદાજિત રૂ. 5600 કરોડમાં થઈ શકે છે.

ખરેખર એક રીતે જોઈએ તો અંબાણી દ્વારા દિવસેને દિવસે પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. ત્યારે હવે તેઓ આ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે અને એક નવો જ દોર શરૂ કરશે. અંબાણી દ્વારા જીઓ માર્ટ દ્વારા વોટ્સએપમાં પણ માર્કેટિંગ શરૂ કરવાની વાત કરી હતી જેથી અનેક કરીયાણાનાં વેપારી જોડાઈ શકે અને હવે ખરેખર આ સમાચાર સામે આવ્યા બાદ હવે એ જોવાનું રહ્યું કે અંબાણી આ કંપની ખરીદીને શું નવી ક્રાંતી સર્જે છે.

અંબાણી દ્વારા દરવર્ષે જામનગરમાં આવેલ આંબાના પાર્કમાં ઉત્પાદન કરીને દેશ વિદેશમાં વેચવામાં આવે છે અને કેરીના ઉત્પાદન દ્વારા અંબાણી પરિવાર કરોડોની કમાણી કરે છે જેથી હવે આ નવી કંપની ખરીદવા પાછળ જરૂરથી મુકેશ અંબાણીનો કોઈ માસ્ટર પ્લાન હશે એટલે હવે એ જોવાનું રહ્યું કે આખરે અંબાણી આ કંપની ખરીદવાનું મુખ્ય કારણ શું હશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *