51 વર્ષના હોટેલના દ્વારપાલ 20 વર્ષ થી મુછ પાછળ કરે છે, આટલા રૂપિયા ખર્ચ! 2 ફૂટની મુછ જોઈને સેલ્ફી લેવા દોડે છે લોકો…
આ જગતમાં દરેક વસ્તુઓની ઓળખ હોય છે. આજે આપણે વાત જઈ રહ્યા છે એવા વ્યક્તિની જે માત્ર દર મહિને મૂંછ પાછળ 1300 રૂપિયાનો ખર્ચ કરે છે. ખરેખર કહેવાય છે ને કે, માણસ શોખ ને પૂર્ણ કરવા કંઈ પણ કરી શકે છે. મૂંછ પુરુષતત્વની નિશાની છે. મુછ વગર મર્દ સાનો?
આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરી રહ્યા છે જેની મૂછો જોઈને સૌ કોઈ સેલ્ફી લેવા તૈયાર થઈ જાય છે.
ઉજ્જૈનમાંનાં નથ્થુલાલ જપોતાની મૂછોને કારણે લોકપ્રિય છે તેમણે 20 વર્ષથી પોતાની મૂછો કાપી નથી. ઉજ્જૈનની મુલાકાતે આવતા પ્રવાસીઓ ચોક્કસ તેમની સાથે સેલ્ફી લે છે. ખરેખર ઇન્દોર રોડ પર આવેલી હોટલમાં દ્વારપાલ તરીકે કામ કરતા વિજયસિંહ ઠાકુરની મૂછો 2 ફૂટ લાંબી છે અને આ મૂછો હવે ઠાકુરની ઓળખ બની ગઈ છે. તેમની લાંબી મૂછોને કારણે, હોટેલમાં આવનાર મહેમાન વિજય સિંહ સાથે ચોક્કસપણે સેલ્ફી લે છે.
આટલું જ નહીં તેઓબા મુછ ની માવજત કરવા માટે તેઓ
રોજ મૂછો ધોવી અને સુકાયા બાદ તેના પર હેર વેક્સ લગાવવું પડે છે. આનું એક પેકેટ 290 રૂપિયામાં આવે છે જે લગભગ 15 દિવસ સુધી ચાલે છે. આ સિવાય દરરોજ રાત્રે સૂતી વખતે તેલ લગાવવું પડે છે. ક્રીમ દરરોજ લગાવવી પડે છે. એક મહિનામાં મૂછોની સંભાળ માટે લગભગ 1300 રૂપિયા ખર્ચ થાય છે.વર્ષમાં માત્ર એક કે બે વાર મૂછોને થોડી કાપી આકાર આપે છે
મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના, 51 વર્ષીય વિજય સિંહ ઠાકુરને મૂછો ઉગાડવાનો એટલો શોખ લાગ્યો કે, તેમણે 20 વર્ષ સુધી મૂછો કાપી ન હતી. અને આજે આ મુછ તમામ લોકોને પોતાની તરફ આકર્ષે છે. જીવનમાં શોખ માણસને ઘણું બધું આપી જાય છે. બાપા નો આ શોખ તેમને આજે લોકપ્રિયતા અને માન સન્નમાન જરૂર અપાવ્યું છે.