India

કોન બનેગા કરોડપતિ મા 5 કરોડ જીત્યા બાદ પણ જે હાલત થય તમે માની નહી શકો

આજના સમયમાં સૌ કોઈને કરોડપતિ બનવું છે અને કહેવાય છે ને કે ભાગ્ય અને મહેનત થકી કરોડપતિ નહિ પરંતુ અરબપતિ બની શકાય છે. આજે અમે વાત કરવા જઇ રહ્યા છે એક એવા વ્યક્તિ જેને 2011 માં કોન બનેગા કરોડ પતિ સિઝન 5 માં 5 કરોડ રૂપિયા જીત્યા હતા પરતું આજે તેની પરિસ્થિતિ કેવી હશે? તમેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું હશે કે 5 કરોડ વ્યક્તિ જીતનાર વ્યક્તિ કંગાડ બની શકે છે.

કેબીસી 5 માં બિહારના સુશીલ કુમારે 5 કરોડ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. સુશીલ કુમારનાં જીવનનો સૌથી ખરાબ સમય શો જીત્યા બાદ જ શરૂ થયો હતો. પોતાના જીવનના આ મુશ્કેલ તબક્કા પર પહેલી વાર ખુદ સુશીલ જાહેરમાં વાત કરી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ફેસબુક દ્વારા સુશીલ વાત કરી કે KBC 5 વિજેતાએ લખ્યું, ‘2015-16 મારા જીવનનો સૌથી પડકારજનક સમય હતો. મને તે સમયે કંઈ સમજાયું નહીં.

સ્થાનિક સેલિબ્રિટી હોવાને કારણે, હું મહિનામાં 10-15 દિવસ બિહારમાં કાર્યક્રમોમાં હાજરી આપતો હતો.અભ્યાસ પર પૂરતું ધ્યાન ન રહ્યું અને અનુભવ વગર ધંધો શરૂ કર્યો જેના લીધે એ પણ ખોટ પણ થઈ અને , કેબીસી જીત્યા બાદ મને ડોનેશનનું વ્યસન થઈ ગયું. દર મહિને 50 હજારથી વધુ રૂપિયા આવા કામોમાં જતા હતા અને ઘણા લોકો છેતરીને દાનની રકમ મેળવતા થઈ ગયા હતા અને આ જ કારણે પત્ની સાથે અણબનાવ બન્યા અને કહ્યું કે પત્ની એવું લાગતું હતું કે પૈસા બરાબર કરે છે અને સાચા ખોટા ની ઓળખ નથી.

આ દરમિયાન કંઈક સારું થયું. દિલ્હીમાં, તેમને મિત્ર સાથે કેટલીક કાર ચલાવવાનું શરૂ કર્યું. આ કામને કારણે મારે મહિનામાં થોડા દિવસો માટે દિલ્હી જવું લાયું જેએનયુના વિદ્યાર્થીઓ સાથે બેસવાનું હતું ત્યારે સિગારેટ અને દારૂ પણ મારી સાથે હતા. પછી એવો સમય આવ્યો કે જો તે સાત દિવસ દિલ્હીમાં રહ્યો તો સાત દિવસ સુધી અલગ અલગ ગ્રુપ સાથે બેસતો હતો. સંગ તેવો રંગ એ વાત ખરી છે.

આમ પણ કહેવાય છે ને સમય એક સરખો ક્યારેય નથી રહેતો ખરાબ સંગત અને જીવન ને ખરી રીતે જીવવા ન કારણે તે તમામ પૈસા ખર્ચી નાખ્યા.હવે બધું ગુમાવ્યા પછી સુશીલ ને સમજાયું છે કે, જીવન જરૂરિયાતોને શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ, ફક્ત તે જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી કમાણી કરવી અને બાકીના સમય માટે આપણે પર્યાવરણ માટે આવા નાના પાયે કંઈક કરવું પડશે.હાલમાં માત્ર હવે ગાયો નું દૂધ વેચી ને પોતાનું જીવન પસાર કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!